Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > World Cupમાં વરસાદ થતા બિગ બીએ કહ્યું, ટૂર્નામેન્ટ અહીં કરાવી દો

World Cupમાં વરસાદ થતા બિગ બીએ કહ્યું, ટૂર્નામેન્ટ અહીં કરાવી દો

14 June, 2019 05:21 PM IST | મુંબઈ

World Cupમાં વરસાદ થતા બિગ બીએ કહ્યું, ટૂર્નામેન્ટ અહીં કરાવી દો

વર્લ્ડ કપ બાદ અમિતાભ બચ્ચનનું ટ્વીટ

વર્લ્ડ કપ બાદ અમિતાભ બચ્ચનનું ટ્વીટ


અમિતાભ બચ્ચને વર્લ્ડ કપના ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં થયેલા વરસાદ અને તેના કારણે મેચ રદ થવાનો હોવાનો મજાક ઉડાવ્યો છે. અમિતાભે ટ્વીટ કર્યું કે, વર્લ્ડકપ ટૂર્નામેન્ટ ભારતમાં શિફ્ટ કરવામાં આવી છે. અમને વરસાદની ખૂબ જ જરૂર છે. ટ્વીટ બાદ બિગ બીની સેન્સ ઑફ હ્યૂમરની પ્રશંસા થઈ રહી છે.




ગુરૂવારે ભારતનો વિશ્વ કપમાં ત્રીજો મેચ હતો. તેમાં ન્યૂઝીલેન્ડ સાથે મુકાબલો હતો. ચાહકો એક્સાઈટેડ હતા, પરંતુ વરસાદે તમામ લોકોની આશાઓ પર પાણી ફેરવી દીધું. ભારતીય ચાહકોએ મેચ ન રમાડી શકવા માટે ICCની આલોચના કરી. ચાહકોનું કહેવું હતું કે વરસાદના સમયે આખું ગ્રાઉન્ડ કવર કેમ ન કરવામાં આવ્યું. મેચનું વેન્યૂ પણ હવામાન જોઈને કેમ ન પસંદ કરવામાં આવ્યું. પછી તો શું સોશિયલ મીડિયા પર ચાહકોએ ICCને કોસ્યું અને અમિતાભે પણ ચુટકી પણ લીધી.


આ પણ વાંચોઃ World Cup: ટીમ ઈન્ડિયાના પ્લેયર્સના હોટલમાં નથી જીમ !

અકાઉન્ટ હેક થયા બાદ બિગ બીનું પહેલું ટ્વીટ
અમિતાભ બચ્ચન રમત-ગમતના દીવાના છએ. તેઓ ટ્વીટ્ટરના માધ્યમથી તમામ મુદ્દાઓ પર પોતાનો મત રાખે છે. કેટલાક દીવસો પહેલા ટ્વિટ્ટર અકાઉન્ટ હેક થઈ ગયું હતું. હેકરે અમિતાભના અકાઉન્ટ પર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની તસ્વીર અને પાકિસ્તાન સમર્થક સંદેશ લગાવવામાં આવ્યા હતા. જો કે, કેટલાક કલાકોમાં જ તેનું અકાઉન્ટ રિકવર કરી લેવામાં આવ્યું છે. અકાઉન્ટ હેક થયા બાદ વર્લ્ડ કપના વરસાદ પર કરવામાં આવેલું અમિતાભનું આ પહેલું ટ્વીટ છે.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2019 05:21 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK