World Cup: ટીમ ઈન્ડિયાના પ્લેયર્સના હોટલમાં નથી જીમ !

Jun 14, 2019, 16:42 IST

આઈસીસી દ્વારા ભારતીય પ્લેયર્સ માટે જે હોટલોનું બુકિંગ કરવામાં આવ્યું છે તેમા જીમની સુવિધા નથી જેના કારણે ભારતીય પ્લેયર્સને પ્રાઈવેટ જીમમાં વર્કઆઉટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

ટીમ ઈન્ડિયાના પ્લેયર્સના હોટલમાં નથી જીમ !
ટીમ ઈન્ડિયાના પ્લેયર્સના હોટલમાં નથી જીમ !

વર્લ્ડ કપ 2019માં આઈસીસીની કમીઓ સામે આવી રહી છે. વરસાદ દરમિયાન મેદાનોને સંપૂર્ણ ઢાકવા માટેના કવર્સની અછત દેખાઈ હતી. ત્યારે ફરી એકવાર આઈસીસીની ટીમ ફરી એક ભૂલ સામે આવી છે. આઈસીસી દ્વારા ભારતીય પ્લેયર્સ માટે જે હોટલોનું બુકિંગ કરવામાં આવ્યું છે તેમા જીમની સુવિધા નથી જેના કારણે ભારતીય પ્લેયર્સને પ્રાઈવેટ જીમમાં વર્કઆઉટ કરવા માટે કહેવામાં આવ્યું છે. જે હોટલ્સમાં ભારતીય ટીમ રોકાઈ છે તેમાં ભારતીય ટીમ માટે પૂરતા જીમની વ્યવસ્થા નથી.

ન્યૂઝ એજન્સી IANSની ક્રિકેટ વેબસાઈટ-ક્રિકેટફેનેટિક સાથે વાત કરતા સૂત્રોએ માહિતી આપી હતી કે, ભારતીય ટીમ માટે આઈસીસી દ્વારા જે હોટલ્સ બુક કરાવવામાં આવી છે તેમાં ટીમના જીમ માટે પૂરતા સાધનો નથી જેના કારણે ભારતીય ટીમે પ્રાઈવેટ જીમના પાસ આપવામાં આવ્યા છે. હોટલ્સમાં પર્યાપ્ત જીમના સાધનો હોવાના કારણે ભારતીય ટીમ પોતાની જરુરીયાત અનુસાર જીમ કરી શકે તે માટે પ્રાઈવેટ જીમના પાસ આપવામાં આવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, આ સિવાય પણ અમુક સમસ્યાનો ભારતીય ટીમને સામનો કરવો પડી રહ્યો છે.

સૂત્રો અનુસાર બ્રિટનની હોટલોમાં જિમ અને સ્વિમિંગ પૂલની સંખ્યા પૂરતી નથી. કેટલીક હોટલોમાં પૂરતી સંખ્યામાં છે જે અત્યાધુનિક છે. ઈંગ્લેન્ડમાં આ મામલે સુધારની જરુર છે. ભારતીય ફેન ફોલોવિંગને જોતા પ્લેયર્સની સુરક્ષા પણ એક મહત્વનો મુદ્દો છે. સુરક્ષાને પગલે ભારતીય ટીમ પણ ઘણા પ્રતિબંધો મુકવામાં આવ્યા છે જેના કારણે ટીમ મેનેજમેન્ટને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાનની મેચને લઇને વિરાટ કોહલીએ આપ્યું મહત્વનું નિવેદન

ભારતીય ટીમ યાત્રા દરમિયાન પણ સમસ્યાનો સામનો કરી રહી છે. હાલ ભારતીય ટીમ માટે બસ સુવિધા ફાળવવામાં આવી છે જ્યારે ત્યા સરળતાથી મળી રહેતી ટ્રેન સુવિધાથી ભારતીય ટીમનો ઘણો સમય બચી શકે છે. એક અધિકારીએ કહ્યું હતું કે, લાગે છે કે આઈસીસી ઈચ્છે છે કે આ વર્લ્ડ કપને વરસાદના વર્લ્ડ કપ સાથે સમસ્યાઓના વર્લ્ડ કપ તરીકે યાદ રખાવવા ઈચ્છે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK