શું ભારતી સિંહ છે પ્રેગ્નેન્ટ, બાળકોને લઇને કરી મહત્વની વાત

Updated: May 06, 2019, 16:59 IST

કૉમેડિયન ભારતી સિંહ પોતાના લગ્નજીવનને માણી રહી છે. તેણે વર્ષ 2017માં હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ ભારતી સિંહના પ્રેગ્નેન્ટ હોવાની ચર્ચા થઇ રહી છે.

ભારતી સિંહ સાથે હર્ષ લિંબાચિયા
ભારતી સિંહ સાથે હર્ષ લિંબાચિયા

ભારતીસિંહ ફરી ચર્ચાનું કેન્દ્ર બની

કૉમેડિયન ભારતી સિંહ તાજેતરમાં “ખતરા ખતરા ખતરા” અને “ધ કપિલ શર્મા શૉ” માં જોવા મળે છે. ભારતી તાજેતરમાં કોઇ પ્રૉજેક્ટને લઇને નહીં પણ પોતાની પ્રેગ્નેન્સીને લઇને ચર્ચામાં છે. જણાવીએ કે શનિવારે સેટ પર અભિનેત્રીની તબિયત ખરાબ થઇ ગઇ હતી. જેના પછીથી એવી ચર્ચા થઇ રહી છે કે ભારતી પ્રેગ્નેન્ટ છે. તાજેતરમાં જ ભારતીએ આ બાબતે હકીકત સ્પષ્ટ કરી.

ભારતી સિંહે પ્રેગ્નેન્સીને લઇને આપી સ્પષ્ટતા આપી

 
 
 
View this post on Instagram

Watch tonight @kapilsharmashow 9.30 @sonytvofficial #kalankmovie ❤️Jwellery by my favourite @anmoljewellers ❤️❤️😇😇😍😍

A post shared by Bharti Singh (@bharti.laughterqueen) onApr 13, 2019 at 6:05am PDT

ભારતી સિંહે જણાવ્યું કે તેનું વજન વધારે હોવાથી લોકો સરળતાથી આવી વાતો વિચારી લે છે. હર્ષ અને તે બેબી ઇચ્છે તો છે પણ આ બાબતે તે બન્ને નવેમ્બર પછી પ્લાન કરવાના છે. અત્યારે જીવન ખૂબ જ હેક્ટિક છે. એવામાં તે બાળક વિશે વિચારી પણ નથી શકતા. એટલું જ નહીં સેટ પર તેની તબિયત ખરાબ થવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તેને ઉલ્ટી થઇ હતી પણ તે એસિડિટીને કારણે થઇ હતી.

આ પહેલા પણ ભારતીની પ્રેગ્નન્સીને લઇને અફવા ઉડી હતી

મહત્વની વાત એ છે કે આ પહેલી વાર નથી જ્યારે ભારતીની પ્રેગ્નેન્સીને લઇને ચર્ચા થઇ હોય આ પહેલા પણ કેટલીયવાર આવી અફવાઓ આવી છે. વાત કરીએ ભારતી અને હર્ષની તો બન્નેની બોન્ડિંગ પડદા પર જબરજસ્ત લાગે છે. બન્ને કોઇપણ શૉમાં એકબીજાની મસ્તી કરવામાં પાછળ રહેતાં નથી. તો ભારતી જે ફણ શૉમાં હોય ત્યા દર્શકોને કૉમેડીનો ભરપૂર ડોઝ જોવા મળતો હોય છે. ભારતી પોતાની કૉમેડી ટાઇમિંગ માટે જાણીતી છે.

આ પણ વાંચો : ગાયક અભિનેતા કરણ ઓબેરૉય પર રેપનો આરોપ, પોલીસે કરી ધરપકડ

ફિલ્મ, ટીવી અને રિયાલિટી શૉમાં પોતાની કૉમેડીની મદદથી લોકોનું મનોરંજન કરતી ભારતીને છેલ્લે ખતરો કે ખિલાડીમાં જોવાઇ હતી અને તેનો પતિ હર્ષ લિંબાચિયા પણ જોવા મળ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK