Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ગાયક અભિનેતા કરણ ઓબેરૉય પર રેપનો આરોપ, પોલીસે કરી ધરપકડ

ગાયક અભિનેતા કરણ ઓબેરૉય પર રેપનો આરોપ, પોલીસે કરી ધરપકડ

06 May, 2019 03:23 PM IST |

ગાયક અભિનેતા કરણ ઓબેરૉય પર રેપનો આરોપ, પોલીસે કરી ધરપકડ

કરણ ઓબેરોય (ફાઇલ ફોટો)

કરણ ઓબેરોય (ફાઇલ ફોટો)


બેન્ડ ઑફ બોઇઝ (Band of Boys)ના સિંગર અને 'જસ્સી જેસી કોઇ નહીં'થી જાણીતો થયેલો અભિનેતા કરણ ઓબેરૉય પર એક મહિલા જ્યોતિષે યૌન ઉત્પીડનનો આરોપ મૂક્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાનો આરોપ છે કે લગ્નનો ઝાંસો આપીને અભિનેતાએ તેનું શોષણ કર્યું. મહિલા દ્વારા કરાયેલી ફરિયાદ મુજબ, પહેલા તેને લગ્નની લાલચ આપવામાં આવી પછી કરણે તેનું શોષણ કરીને વીડિયો બનાવ્યો અને બ્લેકમેલ પણ કર્યું.

મહિલા પ્રમાણે, વર્ષ 2016માં એક ડેટિંગ એપ્લિકેશન દ્વારા કરણ અને તેની મુલાકાત થઇ. અને પછી બન્ને સારા મિત્રો બની ગયા. પીડિતાએ જણાવ્યું કે એક દિવસ કરણે તેને પોતાના ફ્લેટ પર મળવા બોલાવી. જ્યાં તેણે તેને લગ્નનો વાયદો કર્યો. ત્યાર પછી તેનું શોષણ કર્યું અને વીડિયો બનાવી લીધો.




એટલું જ નહીં મહિલાનો આરોપ છે કે કરણ યૌન ઉત્પીડનનો વીડિયો બતાવીને તેની પાસેથી પૈસાની માંગણી કરતો હતો. પોલીસે આરોપી કરણ સિંહ ઓબેરૉયની ધરપકડ કરીને તેની વિરોધમાં ગુનો નોંધ્યો છે. તેની સાથે જ તપાસ પણ શરૂ કરી દીધી છે. કારણકે ઘટના ઓશિવારા પોલીસ સ્ટેશનની આસપાસની છે તેથી આ પોલીસ સ્ટેશનમાં જ એફઆઇઆર નોંધવામાં આવી છે.


આ પણ વાંચો : કસોટી ઝિંદગી 2ની ટીમ નવા બજાજની શોધમાં, એકતા કપુરે શેર કર્યો વીડિયો

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2019 03:23 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK