Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા અને હું હજી પણ ખૂબ જ સારા મિત્રો છીએ : અલી અબ્બાસ ઝફર

પ્રિયંકા અને હું હજી પણ ખૂબ જ સારા મિત્રો છીએ : અલી અબ્બાસ ઝફર

05 May, 2019 09:22 AM IST | મુંબઈ

પ્રિયંકા અને હું હજી પણ ખૂબ જ સારા મિત્રો છીએ : અલી અબ્બાસ ઝફર

અલી અબ્બાસ ઝફર

અલી અબ્બાસ ઝફર


‘ભારત’ના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરનું કહેવું છે કે પ્રિયંકા ચોપડા જોનસ અને હું હજી પણ એટલા જ ક્લૉઝ છીએ. તેની ‘ભારત’માં પહેલાં સલમાન ખાનની સાથે પ્રિયંકાને પસંદ કરવામાં આવી હતી. જોકે તેણે અચાનક ફિલ્મ છોડી દેતાં ફૅન્સને શૉક લાગ્યો હતો. તે‌ણે ફિલ્મ છોડતાં તેની જગ્યાએ કૅટરિના કૈફને પસંદ કરવામાં આવી હતી. પ્રિયંકાએ આ ફિલ્મ છોડવાનું કારણ અમેરિકન સિંગર-ઍક્ટર નિક જોનસ સાથેનાં લગ્ન આપ્યું હતું. ફિલ્મ છોડ્યા બાદ તેમની વચ્ચેના સંબંધો વણસી ગયા હોવાની ચર્ચા ચાલી હતી. આ વિશે પૂછતાં અલીએ કહ્યું હતું કે ‘અમારી વચ્ચે એવું કંઈ જ નથી. તેણે જ્યારે ના પાડી હતી ત્યારે મારા દિમાગમાં કંઈ જ ચાલી નહોતું રહ્યું. સલમાન સાથે કામ કર્યા બાદ હું મારા સ્ટ્રેસને ખૂબ જ સારી રીતે હૅન્ડલ કરતા શીખ્યો છું, કારણ કે તે રોજ મને સ્ટ્રેસ આપે છે.’

આ પણ વાંચો : ક્રિતિ સેનન ગોવામાં મનાવી રહી છે એક્ઝોટિક વેકેશન, જુઓ ફોટોઝ



‘ભારત’ જૂનમાં ઈદ પર રિલીઝ થઈ રહી છે. લગ્નને કારણે પ્રિયંકાએ શૂટિંગ શેડ્યુલ ચેન્જ કરવાની ડિમાન્ડ કરી હતી. જોકે એ શક્ય નહોતું. આ વિશે અલીએ કહ્યું હતું કે ‘તેની પાસે યોગ્ય કારણ હતું. તે તેની પર્સનલ લાઇફમાં ખૂબ જ મહત્ત્વના સમયમાંથી પસાર થઈ રહી હતી. જોકે એનાથી અમારી તારીખો પર અસર થઈ રહી હતી. જો અમે તેને સમય આપ્યો હોત તો આ ફિલ્મને ઈદ પર રિલીઝ કરી શક્યા ન હોત. પ્રિયંકા અમને સમજી શકતી હતી અને અમે પણ તેના કારણને સમજી શક્યા હતા. અમે અન્ય ફિલ્મમાં સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. અમે બધા ખુશ હતા આ નિર્ણયથી. પ્રિયંકા અને હું ખૂબ જ ક્લૉઝ ફ્રેન્ડ્સ છીએ. અમે હજી પણ એટલા જ સારા ‍ફ્રેન્ડ્સ છીએ. અમે એકબીજાને ટેક્સ કરતા રહીએ છીએ. અમારી વાતચીત ચાલુ જ હોય છે. મેં તેને પૂછ્યું નથી કે તેણે ટ્રેલર જોયું છે કે નહીં. તેણે જોયું જ હશે.’


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2019 09:22 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK