'બેલ બૉટમના ટીઝર'માં દેખાયો અક્ષય કુમારનો આગવો અંદાજ, જુઓ વીડિયો

Published: 5th October, 2020 14:28 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ખિલાડી કુમાર જે સ્ટાયલ માટે જાણીતો છે તેની ઝલક જોવા મળે છે ટીઝરમાં

અક્ષય કુમારની આગામી ફિલ્મ 'બેલ બૉટમ' સતત ચર્ચામાં રહે છે. હવે આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરમાં અક્ષય કુમાર (Akshay Kumar)નો એકદમ આગવો અંદાજ દેખાય છે, જે ફૅન્સને બહુ પસંદ આવ્યો છે અને ચારેય તરફ તેની ચર્ચા થઈ રહી છે.

ફિલ્મ 'બેલ બૉટમ'નું ટીઝર અક્ષય કુમારે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ દ્વારા રિલીઝ કર્યું છે. જેમાં અક્ષય કુમાર 90ના દાયકાના બેલ બૉટમ પેન્ટ અને કોટમાં ચોપર તરફ જતા દેખાય છે. સિગ્નેચર મૂછો સહુનું ધ્યાન ખેંચે છે. ખિલાડી કુમાર જે સ્ટાયલ માટે જાણીતો છે તેની ઝલક જોવા મળે છે ટીઝરમાં. ટીઝરમાં કેટલીક વાર તે ફ્લાઇટની નજીક ઝૂલતો જોવા મળે છે તો ક્યારેક ટેન્કરની નજીક.

 
 
 
View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar) onOct 4, 2020 at 11:00pm PDT

જાસૂસ થ્રિલર ફિલ્મ 'બેલ બૉટમ'નું ટીઝર લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ લૉકડાઉનમાં શૂટિંગ પૂર્ણ કરનારી દુનિયાની પહેલી ફિલ્મ બની છે. ફિલ્મ 2 એપ્રિલ 2021ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં અક્ષય કુમાર, વાણી કપૂર, લારા દત્તા, આદિલ હુસૈન અને હુમા કુરેશી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન રણજીત તિવારીએ કર્યું છે. પ્રોડયુસ દિપશીખા દેશમુખ અને જેકી ભગનાની કરી રહ્યાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK