Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નસીરુદ્દીન શાહ મારા મેન્ટર હોવાની મને ખુશી છે: શ્રેયા ચૌધરી

નસીરુદ્દીન શાહ મારા મેન્ટર હોવાની મને ખુશી છે: શ્રેયા ચૌધરી

27 October, 2020 01:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નસીરુદ્દીન શાહ મારા મેન્ટર હોવાની મને ખુશી છે: શ્રેયા ચૌધરી

શ્રેયા ચૌધરી

શ્રેયા ચૌધરી


‘બંદિશ બૅન્ડિટ્સ’માં જોવા મળેલી શ્રેયા ચૌધરીનું કહેવું છે કે નસીરુદ્દીન શાહ તેના મેન્ટર હોવાની તેને ઘણી ખુશી છે. ‘બંદિશ બૅન્ડિટ્સ’માં તેમણે આ શોમાં તે એક નવી જનરેશનની સિંગર હતી, જ્યારે નસીરુદ્દીન શાહ ક્લાસિકલ સિંગર હતા. આ વિશે વાત કરતાં શ્રેયાએ કહ્યું હતું કે ‘નસીરુદ્દીન સર એક લેજન્ડ છે. તેમને લાઇવ તેમના જાદુને રેલાવતા જોવાનો મને ચાન્સ મળ્યો એ માટે હું પોતાને નસીબદાર માનું છું. આ મારા માટે ખૂબ જ મહત્ત્વનો સમય હતો અને એને હું હંમેશાં યાદ રાખીશ. અમે જ્યારે ‘બંદિશ બૅન્ડિટ્સ’નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને જોઈને મને ઘણું શીખવા મળ્યું હતું. તેમની સાથે વાત કરવાનો મને ચાન્સ મળ્યો હતો. મેં તેમની સાથે ફિલ્મો અને ઍક્ટિંગ વિશે ઘણી વાતો કરી હતી અને મને તેમની સાથે વર્કશૉપ કરવાનો ચાન્સ મળ્યો હતો. તેઓ આ દેશના બેસ્ટ ઍક્ટર હોવાની સાથે ખૂબ જ સારી વ્યક્તિ પણ છે. નસીર સર એક લેજન્ડરી ઍક્ટર છે અને હું એ માટે તેમનો ખૂબ જ રિસ્પેક્ટ કરું છું અને પ્રેમ પણ કરું છું. જોકે તેઓ મારા ફ્રેન્ડ અને ટીચર પણ છે. ભવિષ્યમાં તેમની સાથે વધુ કામ કરવાની તક મળે એવી હું આશા રાખું છું.’


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2020 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK