અલીબાગની હોટેલમાં આ જ મહિને પરણશે વરુણ ધવન-નતાશા દલાલ?

Published: 13th January, 2021 12:40 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

માત્ર 200 મહેમાનોની હાજરી હશે લગ્નમાં

વરુણ ધવન અને નતાશા દલાલની ફાઈલ તસવીર (તસવીર સૌજન્ય: યોગેન શાહ)
વરુણ ધવન અને નતાશા દલાલની ફાઈલ તસવીર (તસવીર સૌજન્ય: યોગેન શાહ)

બૉલીવુડ અભિનેતા વરુણ ધવન (Varun Dhawan) અને તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ (Natasha Dalal)ના લગ્નની ચોમેર ચર્ચાઓ ચાલી રહી છે. હવે આ લગ્ન સંબંધિત એક મોટા મસાચાર સામે આવ્યા છે. વરુણ અને નતાશા આ મહિને જ લગ્ન કરવાના છે. તે માટે પરિવારજનોએ અલીબાગમાં એક ફાઈવ સ્ટાર હોટેલ બુક કરી છે. જેમાં માત્ર ખાસ 200 મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવશે.

વરુણ ધવને બાળપણની મિત્ર નતાશા દલાલ સાથેની રિલેશનશિપ 2018માં જ ઓફિશ્યલ કરી હતી અને તેઓ છેલ્લા બે વર્ષથી લગ્નની તૈયારીઓ કરી રહ્યાં હતા. વરુણ અને નતાશા ગયા વર્ષે મે મહિનામાં લગ્ન કરવાના હતા પણ કોરોના વાયરસ અને લૉકડાઉનને કારણે આ લગ્ન પોસ્ટપોન થઈ ગયા હતા. થોડાક સમય પહેલા એવી ચર્ચા હતી કે તેઓ ફેબ્રુઆરી મહિનામાં  પરણશે. પરંતુ હવે તેઓ આ મહિનામાં જ લગ્ન કરી લેવાના છે. પિન્કવિલાના અહેવાલ પ્રમાણે, વરુણ ધવન અલીબાગમાં એક ફાઈવ સ્ટાર હોટલ બુક કરાવીને આવ્યો છે. આ લગ્ન એક બિગ ફેટ પંજાબી વેડિંગ હશે. પરંતુ કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા કડક નિયમોનું પાલન કરાશે અને માત્ર 200 મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવશે. આ 200 મહેમાનોમાં માત્ર અંગત મિત્રો અને પરિવારજનો હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તેમજ ધવન પરિવારે મહેમાનોની યાદી પણ તૈયાર કરી દીધી હોવાનું સંભળાઈ રહ્યું છે.

આ પણ વાંચો: શું વરૂણ ધવન અને નતાશા દલાલનું બ્રેકઅપ થઈ ગયું? જાણો શું છે હકીકત

અભિનેતાએ થોડાક દિવસો પહેલા જ એક ઈન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી બધા અમારા લગ્નની વાતો કરે છે. અત્યારે તો વિશ્વમાં જ ઘણી અનિશ્ચિતતા છે. પરંતુ જો બધુ બરાબર હશે તો બની શકે છે કે આ વર્ષે અથવા જેટલું જલ્દી બની શકે અમે લગ્ન કરી લઈશું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK