Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાડીવાળા ગ્લેમરસ લૂક પછી અનુષ્કાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો

સાડીવાળા ગ્લેમરસ લૂક પછી અનુષ્કાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો

29 July, 2019 07:09 PM IST | મુંબઈ ડેસ્ક

સાડીવાળા ગ્લેમરસ લૂક પછી અનુષ્કાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો

અનુષ્કા શર્મા (ફાઇલ ફોટો)

અનુષ્કા શર્મા (ફાઇલ ફોટો)


બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે પણ કોઇક ને કોઇક કારણસર તે ચર્ચાનો વિષય બની રહે છે. હાલમાં તે પોતાના ગ્લેમરસ લૂકને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા એક ઇવેન્ટમાં ભાગ લેવા પહોંચી જ્યાં તેણે ગ્રીન કલરની ફ્લોરલ સાડી પહેરી હતી. તેની સાથે તેણે કાનમાં સુંદર ઝુમકા પણ પહેર્યા હતા અને વાળ બાંધી રાખ્યા હતા.




 
 
 
View this post on Instagram

Star power! @anushkasharma channels her inner diva in this beautiful picture from our exclusive cover shoot.

A post shared by Filmfare (@filmfare) onJul 29, 2019 at 3:36am PDT


 
 
 
View this post on Instagram

@filmfare

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) onJul 29, 2019 at 1:48am PDT

 
 
 
View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) onJul 27, 2019 at 7:56am PDT

અનુષ્કા સાડીમાં એટલી સુંદર અને ગ્લેમરસ દેખાતી હતી કે તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાં જ વાયરલ થઈ ગઈ. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર અન્ય તસવીરો પણ શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રીની આ તસવીર પર દીપિકા પાદુકોણે પણ કમેન્ટ કરી છે. આ સિવાય અભિનેત્રીએ તાજેતરમાં જ એક મેગઝિન માટે પણ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળે છે.

આ પણ વાંચો : Sanjay Dutt:જુઓ ‘બાબા’ના અનસીન ફેમિલી ફોટોઝ

જણાવીએ કે અનુષ્કા શર્મા ભલે ફિલ્મોથી દૂર હોય પણ તે કોઇક ને કોઇક રીતે ચર્ચામાં રહે છે. એટલું જ નહીં ઘણીવાર તેને ભારતની હારને કારણે ટ્રોલ પણ કરી દેવામાં આવે છે. વર્લ્ડ કપ 2019માં તે પોતાના પતિ વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા પહોંચી હતી. પણ ટીમ ઇન્ડિયા વર્લ્ડકપના સેમીફાઇનલમાં હારી ગઈ જેના પછી વિરાટ અને અનુષ્કાને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા. થોડાંક દિવસ પહેલા જ બન્ને ભારત પાછા આવ્યા છે. ફિલ્મો વિશે વાત કરીએ તો 2018માં બે ફિલ્મોમાં જોવા મળી હતી. 'સુઈ ધાગા' અને 'સંજૂ' અને હાલ તે કોઇ ફિલ્મી પ્રૉજેક્ટ પર કામ કરે છે કે નહીં તે વિશે કોઇ જ માહિતી નથી.

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2019 07:09 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK