અનુપમ ખેરે પત્ની કિરણને આ રીતે આપી જન્મદિવસની શુભેચ્છા, જુઓ તસવીરો
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
અભિનેતા અનુપમ ખેરે પત્ની કિરણ ખેરને 65માં જન્મદિવસની શુભેચ્છા આપવાની સાથે જ જુની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. જે બહુ વાયરલ થઈ રહી છે. કિરણ ખેરનો જન્મ 14 જૂન 1955માં થયો હતો. ફિલ્મો અને ટીવીમાં અભિનય કરવા સિવાય કિરણ ખેર ચંદીગઢના સાંસદ સભ્ય પણ છે.
અનુપમ ખેરે કિરણની જુની તસવીરો શૅર કરતા લખ્યું હતું કે, જન્મદિવસની શુભેચ્છાઓ મારી વ્હાલી કિરણ! ભગવાન તને દુનિયાની બધી જ ખુશીઓ આપે. તું સ્વસ્થ રહે અને લાંબુ જીવન જીવે. તું એકલી ચંદીગઢમાં છે. મને માફ કરજે કે અત્યારે મુશ્કેલીના સમયમાં હું અને સિકંદર તારી સાથે નથી. પણ અમે તને બહુ યાદ કરીએ છીએ. બહુ જલદી મળીશું. પ્રેમ અને પ્રાર્થના.
ADVERTISEMENT
કિરણ ખેરે 1979માં મુંબઈના બિઝનેસમેન ગૌતમ બેરી સાથે લગ્ન કર્યા હતા. બન્નેને એક દિકરો સિકંદર ખેર પણ છે. ફિલ્મોમાં કામ કરતી વખતે અભિનેત્રીની મુલાકાત અનુપમ ખેર સાથે થઈ. જોકે ત્યારે બન્નેનો સ્ટ્રગલ પિરિયડ ચાલી રહ્યો હતો. બન્નેએ સાથે નાટકમાં પણ કામ કર્યું. જ્યારે અનુપમને 'સારાંશ' ફિલ્મમાં બ્રેક મળ્યો ત્યારે કિરણે પહેલા પતિને ડિવોર્સ આપ્યા હતા અને 1985માં અનુપમ ખેર સાથે લગ્ન કર્યા હતા.