અનિલ કપૂરે શેર કર્યો કોહલી અને ક્વીન એલિઝાબેઝનો નકલી ફોટો, થઈ રહ્યો છે વાયરલ

Published: 1st June, 2019 20:12 IST | મુંબઈ

અનિલ કપૂરે વિરાટ કોહલીનો ક્વીન એલિઝાબેથ સાથેનો એક ફર્જી ફોટો શેર કર્યો અને હવે તે ફોટો વાયરલ થઈ ગયો છે.

અનિલ કપૂરે શેર કર્યો કોહલી અને ક્વીન એલિઝાબેઝનો નકલી ફોટો
અનિલ કપૂરે શેર કર્યો કોહલી અને ક્વીન એલિઝાબેઝનો નકલી ફોટો

ટીમ ઈન્ડિયા હાલ ICC ક્રિકેટ વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડમાં છે. અહીં ભારતીય ટીમના કેપ્ટન કોહલીએ ક્વીન એલિઝાબેથ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વર્લ્ડ કપમાં રમી રહેલી દરેક ટીમના કેપ્ટન હાજર હતા. આ મુલાકાતને આમ તો બે દિવસ થઈ ગયા છે. પણ તેની તસવીર હવે વાયરલ થઈ રહી છે અને તેનું કારણ છે તેમાં જોવા મળી રહેલી પેઈન્ટિંગ.

જો તમે આ ફોટો ધ્યાનથી જોશો તો તમને દીવાલ પર એક પેઈન્ટિંગ નજર આવશે જેને લઈને સોશિયલ મીડિયા પર જાત-જાતના મીમ્સ બની રહ્યા છે. લોકો કમેન્ટ કરી રહ્યા છે. ત્યાં સુધી કે તેને વેલકમના મજનૂ ભાઈની પેઈન્ટિંગ સાથે સરખાવી રહ્યા છે. હવે ખુદ મજનૂભાઈ એટલે કે અનિલ કપૂરે ટ્વીટ કરીને આ પેઈન્ટિંગની મજાક ઉડાવી છે.


અનિલ કપૂરે ટ્વીટમાં એક મીમ શેર કર્યું છે જેમાં અસલી પેઈન્ટિંગની જગ્યાએ નકલી પેઈન્ટિંગ નજર આવી રહી છે. જેમાં ઘોડા દોડી રહ્યા છે. આ પેઈન્ટિંગ તમને વેલકમના મજનૂ ભાઈની પેઈન્ટિંગની યાદ અપાવશે. અનિલે આ ફોટો ટ્વીટ કરતા લખ્યું કે, મજનૂ ભાઈની બેશકિમતી પેઈન્ટિંગ ક્યાં સુધી પહોંચી ગઈ. જો કે અનિલના આ ટ્વીટ પર લોકો વાંધો પણ ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તેમણે ફેક ફોટો ન શેર કરવો જોઈએ.

2007માં આવેલી બોલીવુડની બ્લોક બસ્ટર ફિલ્મોમાંથી એક વેલકમ હતી. જેમાં નાના પાટેકર ડૉનના કિરદારમાં હતા. અનિલ કપૂરે તેમાં મજનૂ ભાઈનો કિરદાર નિભાવ્યો હતો જેને પેઈન્ટિંગનો ખૂબ જ શોખ હોય છે. આ ફિલ્મમાં અનિલે ઘોડા વાળી એક પેઈન્ટિંગ બનાવી હતી જે હવે વાયરલ થઈ રહી હતી.

આ પણ વાંચોઃ એક્ટિંગ પહેલા આ સેલેબ્સ શું કરતા હતા, જાણીને ચોંકી જશો

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા હાલ વર્લ્ડ કપ રમવા માટે ઈંગ્લેન્ડ પહોંચી છે. પાંચ જૂને ટીમ ઈન્ડિયાનો પહેલો મેચ સાઉથ આફ્રિકાની સામે રમાવાનો છે. તે પહેલા વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીમાં તમામ ટીમના કેપ્ટન સાથે ક્વીન એલિઝાબેથે મુલાકાત કરી હતી. આ છે સાચી તસવીરઃ

VIRAT

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK