Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Ananya Pandey બૉલીવુડની આ સુંદર એક્ટ્રસને માને છે પોતાની પ્રેરણા

Ananya Pandey બૉલીવુડની આ સુંદર એક્ટ્રસને માને છે પોતાની પ્રેરણા

20 July, 2019 02:29 PM IST | મુંબઈ

Ananya Pandey બૉલીવુડની આ સુંદર એક્ટ્રસને માને છે પોતાની પ્રેરણા

અનન્યા પાન્ડે

અનન્યા પાન્ડે


ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરથી બૉલીવુડમાં પોતાનો ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ અનન્યા પાન્ડેએ હાલમાં જ જણાવ્યું કે તે બૉલીવુડની એક એક્ટ્રેસને પોતાની પ્રેરણા માને છે. એ એક્ટ્રેસ બીજી કોઈ નહીં પરંતુ આલિયા ભટ્ટ છે.

તમને જણાવી દઈએ કે મીડિયને આપેલા એક ઈન્ટરવ્યૂમાં અનન્યાએ જણાવ્યું કે તે પોતાની પ્રેરણા આલિયા ભટ્ટને માને છે, એનું કારણ જણાવતા અનન્યા કહે છે કે તે આલિયાની જર્નીથી ઘણી ઈન્સ્પાયર થઈ છે, આલિયાએ ક્યારે પણ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆતમાં પોતે પરફેક્ટ હોવાના દેખાવાનો શૉ ઑફ નથી કર્યો અને એની સૌથી સારી ક્વાલિટી છે.



જ્યારે અનન્યાથી પૂછવામાં આવ્યું કે તમે એક સ્ટાર કિડ છે તો એ વાતનો તમારા પર કેટલો પ્રેશર રહે છે, આ વાતના જવાબમાં અનન્યાએ કહ્યું કે પ્રેશર તો જરૂર રહે છે પરંતુ હું નેગેટિવ વાત પર ધ્યાન આપવા નહીં ઈચ્છતી.


અનન્યા પાન્ડે બૉલીવુડના ફૅમસ એક્ટર અને કૉમેડિયન ચંકી પાન્ડેની દીકરી છે. કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરથી અનન્યાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મની આશા એટલી સારી તો નહોતી પણ લોકોએ અનન્યાને ઘણી પસંદ કરી હતી.

હાલ અનન્યા લખનઉમાં પોતાની આગામી ફિલ્મ પતિ પત્ની ઔર વોની શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ 1978માં આવેલી પતિ પત્ની ઔર વો ફિલ્મની રીમેક છે. એમાં અનન્યા પાન્ડેની સાથે કાર્તિક આર્યન અને ભૂમિ પેડણેકર પણ નજર આવશે. આ ફિલ્મ 6 ડિસેમ્બર 2019એ રિલીઝ કરવામાં આનશે. આ ફિલ્મનું નિર્દેશન મુદસ્સિર અજીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2019 02:29 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK