કોરોના વાયરસ (COVID-19) મહામારીને કારણે લાદવામાં આવેલ લૉકડાઉન પુરું થાય બાદ અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારથી ધીમે ધીમે એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રી પણ પાટે ચડી રહી છે. ફિલ્મો, સિરીયલો અને એડવર્ટાઈસમેન્ટના શૂટિંગ શરૂ થઈ ગયા છે. અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારથી બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ બેક-ટુ-બેક શૂટિંગ કરી રહ્યાં છે. 'કૌન બનેગા કરોડપતિ 12' સિવાય બિગ બીએ એક નવી એડવર્ટાઈસમેન્ટનું શૂટિંગ પૂરું કર્યું છે જેમાં તેમની સાથે તેની પત્ની જયા બચ્ચન (Jaya Bachchan) અને દીકરી શ્વેતા નંદા (Shweta Nanda) પણ છે.
અમિતાભ બચ્ચનને પરિવાર સાથે શૂટિંગ કરતા ફેમિલી ટાઈમ પણ એન્જોય કર્યો. હાલમાં જ બિગ બીએ સેટ પરથી એક ફેમિલી ગ્રુપ ફોટો શૅર કર્યો છે જે તેમણે ક્લિક કર્યો છે. તેમાં દીકરી શ્વેતા માસ્ક લગાવીને મોબાઈલ પકડતી દેખાઈ છે. આ ફોટો શૅર કરીને અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, 'ફેમિલી એટ વર્ક.'
View this post on Instagram
અન્ય એક ફોટો બિગ બીએ ટ્વિટર પર પણ શૅર કર્યો છે. તેમાં પરિવારનો લુક અલગ છે. શ્વેતા અને જયા બચ્ચને હેવી જ્વેલરી પહેરેલી છે.
T 3732 - .... family at work .. pic.twitter.com/cAEOVH4umG
— Amitabh Bachchan (@SrBachchan) November 24, 2020
તસવીરો પરથી લાગે છે કે, કોઈ જ્વેલરી બ્રાન્ડની એડ હશે. આ પહેલાં પણ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ઘણી જ્વેલરી બ્રાન્ડની એડમાં સાથે દેખાયા છે. આ સિવાય એક બ્રાન્ડ શૂટ દરમ્યાન અમિતાભ અને જયા કેટરીના કૈફના પેરેન્ટ્સ પણ બની ચૂક્યા છે.