Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > આ મામલે અમિતાભ બચ્ચન-જયા બચ્ચન વચ્ચે થાય છે 'યુદ્ધ'

આ મામલે અમિતાભ બચ્ચન-જયા બચ્ચન વચ્ચે થાય છે 'યુદ્ધ'

03 September, 2019 07:28 PM IST | મુંબઈ

આ મામલે અમિતાભ બચ્ચન-જયા બચ્ચન વચ્ચે થાય છે 'યુદ્ધ'

આ મામલે અમિતાભ બચ્ચન-જયા બચ્ચન વચ્ચે થાય છે 'યુદ્ધ'


બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પત્ની જયા બચ્ચનને જોઈને બધા જ તેમને પરફેક્ટ કપલ કહેશે. બંનેનું ટ્યુનિંગ અને કેમેસ્ટ્રી શાનદાર છે. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે ખૂબસુરત પણ લાગે છે. પરંતુ લગ્નના 46 વર્ષે પણ બંને ઝઘડી પડે છે. એક મુદ્દો એવો છે, જેને લઈને અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ઝઘડી પડે છે. કૌન બનેગા કરોડપતિની સિઝન 11માં ખુદ બિગ બીએ આ વાતનો ખુલાસો કર્યો છે.

સોમવારના એપિસોડમાં જ્યારે ઈન્દોરના કન્ટેસ્ટન્ટ આસિમ ચૌધરી હોટસીટ પર હતા. ત્યારે અમિતાભ બચ્ચને આ વાત કરી. આસિમ શોમાંથી 12.5 લાખની રકમ જીત્યા છે. બાદમાં અમિતાભે આસિમને એક સલાહ આપી.



ઘટના શરૂ અમિતાભ બચ્ચનના સવાલથી થઈ હતી. અમિતાભે આસિમને પૂછ્યુ કે,'રુચિ સાથે તમારા લગ્નને કેટલા વર્ષ થઈ ગયા ?' જવાબમાં આસિમે કહ્યું કે પાંચ-સાડા પાંચ વર્ષ થઈ ગયા છે.


એટલે અમિતાભ બચ્ચનને કહ્યું કે તમને બરાબર યાદ નથી કે કેટલાક વર્ષ થઈ ગયા ? આ ખૂબ જ મહત્વની તારીખ છે. બાકી બધું ભલે ભૂલી જાવ પરંતુ આ તારીખ યાદ રાખો અને તમે તો ભૂલી ગયા છો. હું મારા કન્ટેસ્ટન્ટને વારંવાર કહું છું કે આ ડેટ યાદ રાખો.

ત્યારે આસિમ પણ બિગ બીને પૂછે છે કે સર જયા મેડમ પણ તમને યાદ અપાવે છે ? તો અમિતાભ કહે છે કે બિલકુલ, યુદ્ધ થઈ જાય છે એકદમ. તમને યાદ નથી કે આપણા લગ્ન ક્યારે થયા હતા? એ તો એવી ગુસ્સે થઈ જાય છે.. એટલે આ તારીખને યાદ રાખો.


આ પણ વાંચોઃ Mazel Vyas:વડોદરાની આ છોકરી બોલીવુડના ધૂરંધરોને આપી રહી છે ટેલેન્ટનો પરચો

બાદમાં બચ્ચન સાબ ઓડિયન્સ તરફ ફરીને પૂછે છે કે સાચું છે કે નહીં ? છેલ્લે અમિતાભ આસિમને તેમના લગ્નમાં આવેલી મુશ્કેલીઓ વિશે પણ પૂછે છે..

Whatsapp-channel Whatsapp-channel

03 September, 2019 07:28 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK