પોતાના ફ્રેન્ડને મજેદાર જવાબ આપ્યો અમિતાભ બચ્ચને
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને પોતાના ફ્રેન્ડને ખૂબ જ મજેદાર જવાબ આપ્યો છે જેને એમ લાગતું હતું કે અમિતાભ બચ્ચન તેને ઇગ્નોર કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. કલાકોના કલાકો તેઓ સેટ પર કામ કરે છે. લોકોમાં આ શો ખૂબ જ લોકપ્રિય છે. શૂટિંગ શરૂ થતાં તેઓ ખૂબ બિઝી બની ગયા છે. એવામાં પોતાના ફ્રેન્ડ સાથે શું વાત થઈ એ વિશે ટ્વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘તેમણે મને કહ્યું, ‘અમિતજી, તમે મને ઇગ્નોર કરી રહ્યા છો.’ મિત્ર છે તેઓ મારા, એથી જવાબ આપતાં મેં કહ્યું કે ‘ભાઈ, 12-15 કલાક કામ કર્યા બાદ માત્ર સ્નોરિંગનો જ સમય મળે છે, ઇગ્નોરિંગનો નહીં.’