લૉસ એન્જિલિસમાં રજાઓ ઉજવી રહી છે આલિયા ભટ્ટ, શૅર કરી તસવીરો

Published: Nov 09, 2019, 17:50 IST | Mumbai Desk

જો તમારી બાલ્કનીમાં તડકાંની જગ્યા હોય અને તમારી પાસે એક સરસ ફોટોગ્રાફર ફ્રેન્ડ હોય." આ તસવીરમાં તે વિન્ટર સૂટ્સમાં દેખાય છે

આલિયા ભટ્ટ હાલ ફિલ્મોથી દૂર રજાઓ ઉજવવામાં વ્યસ્ત છે. તે હાલ લૉસ એન્જિલિસમાં ફરી રહી છે. પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય ફાળવીને આ જગ્યાનો આનંદ માણી રહી છે. હાલ તે ફક્ત ફરી નથી રહી, તેની સાથે તે પોતાના ચાહકોનું પણ ધ્યાન રાખી રહી છે. તે આ બધી જ જગ્યાઓની તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શૅર કરી રહી છે. આમાં તે ખૂબ જ ગૉર્જિયસ લાગી રહી છે. આ પોસ્ટ પર ચાહકોના રિએક્શન્સ આવી રહ્યા છે.

રાઝીના આ એક્ટરે સોશિયલ મીડિયા પર ખૂબ જ સરસ પૉઝમાં તસવીરો શૅર કરી છે. તેણે પોસ્ટમાં સાથે લખ્યું, "જો તમારી બાલ્કનીમાં તડકાંની જગ્યા હોય અને તમારી પાસે એક સરસ ફોટોગ્રાફર ફ્રેન્ડ હોય." આ તસવીરમાં તે વિન્ટર સૂટ્સમાં દેખાય છે અને તે બાલકનીમાં ઉભી છે, જ્યાં તડકો આવી રહ્યો છે. આસિવાય આલિયા ભટ્ટે કેટલાય અન્ય ફોટોઝ પણ શૅર કર્યા છે.

 
 
 
View this post on Instagram

👛

A post shared by Alia 🌸 (@aliaabhatt) onNov 7, 2019 at 11:20pm PST

 
 
 
View this post on Instagram

I have a whole universe in my mind 🦋

A post shared by Alia 🌸 (@aliaabhatt) onNov 7, 2019 at 4:07pm PST

 
 
 
View this post on Instagram

potato & leek 🍵

A post shared by Alia 🌸 (@aliaabhatt) onNov 6, 2019 at 4:08pm PST

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આલિયા ભટ્ટ ધીમે ધીમે હોલીવુડ તરફ એક પગલું વદારી રહી છે. તે પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ અને અન્ય હિરોઇન્સને ફૉલો કરી રહી છે. આ માટે તેણે તાજેતરમાં જ નવા મેનેજરને પણ હાયર કર્યા છે. હવે જોવાનું એ છે કે આનો આલિયાને કેટલો લાભ થાય છે. જો કે, આલિયાની આ વેકેશનની તસવીરો ખૂબ જ સરસ છે.

આ પણ વાંચો : PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર

આ બધાં સિવાય પ્રોફેશનલી પણ આલિયા કેટલા બધાં પ્રૉજેક્ટ્સમાં વ્યસ્ત છે. તે અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં રણબીર કપૂર સાથે કામ કરી રહી છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' પણ કરી રહી છે. તો તેની સાથે જ પોતાના પિતાની ફિલ્મ 'સડક-2' પણ કરી રહી છે. આ બધાં સિવાય કરણ જોહરની ફિલ્મ 'તખ્ત' અને એસ એસ રાજામૌલીની 'આરઆરઆર'માં પણ કામ કરી રહી છે. તેની સાથે જ આલિયા Vogue મેગેઝીનના નવેમ્બરમાં આવનારા અંકમાં સ્વીમસૂટમાં પણ ફોટોશૂટ કરાવ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK