Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્ટેજ પર આલિયા ભટ્ટે બધાની સામે બોલ્યા અપશબ્દો, કરણે કહ્યું આવું...

સ્ટેજ પર આલિયા ભટ્ટે બધાની સામે બોલ્યા અપશબ્દો, કરણે કહ્યું આવું...

14 October, 2019 06:33 PM IST | મુંબઈ ડેસ્ક

સ્ટેજ પર આલિયા ભટ્ટે બધાની સામે બોલ્યા અપશબ્દો, કરણે કહ્યું આવું...

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ


બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર અને આલિયા ભટ્ટ તાજેતરમાં જ જિયો મામી ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા. જ્યાં આલિયાએ સ્ટેજ પર કંઇક એવું કહી દીધું કે બધાં ચોંકી ઊઠ્યા. હકીકતે, મામી ફેસ્ટિવલમાં કરીના અને આલિયા સ્ટેજ પર સાથે જ બેઠા હતી દરમિયાન આલિયા, કરીનાના વખાણ કરતી હતી. પણ ત્યારે જ વખાણ કરતાં કરતાં આલિયાના મોંમાંથી ગાળ નીકળી જાય છે જેના પછી તરત જ તે માઇક મોંઢા પાસેથી ખસેડી લે છે અને મોંઢું ફેરવી લે છે. પણ આલિયાની ગાળ કરીના સહિત ત્યાં હાજર બધાં જ લોકો સાંભળી છે અને બધાં જોરથી હસવા લાગે છે.

જો કે કરણને ખબર નથી હોતી કે આલિયાએ શું કહ્યું અને તે કરીનાને પૂછે છે કે આલિયાએ શું કહ્યું? તેના પછી કરીના તેને જણાવે છે કે આલિયાએ ગાળ આપી છે. તેના પર કરણ, આલિયાને મજાકમાં વઢતાં કહે છે કે, "મેં તારી સંભાળ આ જ રીતે કરી છે." તેવા પર બધાં જ જોર જોરથી હસવા લાગે છે.




આ પણ વાંચો : નીરવ બારોટ અંધ વિદ્યાર્થિનીઓની શાળામાં નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક


આમ તો જિયો મામી મૂવી ફેસ્ટિવલ વિથ સ્ટાર 2019 દરમિયાન આલિયા, કરીના અને ફિલ્મ મેકર કરણ જોહર વાતચીત કરી રહ્યા હતા. ત્યારે કરણ જોહરે પૂછ્યું કે જો આલિયા કરીના કપૂરની ભાભી બને છે તો કેવું થશે.... ત્યારે કરીનાએ કહ્યું કે હું આ વિશ્વની સૌથી ખુશ છોકરી હોઇશ. જણાવીએ કે રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટના લગ્નને લઈને હંમેશાં ચર્ચા થતી હોય છે. ઘણીવાર લગ્નને લઇને વાતો થતી રહે છે, પણ તે ખોટી પુરવાર થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2019 06:33 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK