દિવ્ય દૃષ્ટિમાં સસુરાલ ગેંદા ફૂલ ફેમ અક્ષય સેઠી એનઆરઆઇના પાત્રમાં

Published: Jan 15, 2020, 15:03 IST | Ahmedabad

સ્ટાર પ્લસનો સુપરનૅચરલ ડ્રામા ‘દિવ્ય દૃષ્ટિ’ શો એની સ્ટારકાસ્ટને લીધે હાલમાં ચર્ચામાં છે.

અક્ષય સેઠી
અક્ષય સેઠી

સ્ટાર પ્લસનો સુપરનૅચરલ ડ્રામા ‘દિવ્ય દૃષ્ટિ’ શો એની સ્ટારકાસ્ટને લીધે હાલમાં ચર્ચામાં છે. તાજેતરમાં આ શોની અભિનેત્રી સના સૈયદ જે ‘દૃષ્ટિ’નો રોલ ભજવે છે તેના પરિવારમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે ત્યારે તે આઘાતમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે. તો દિવ્યા બનતી નાયરા બૅનરજીનો મોબાઇલ સેટ પરથી ચોરાઈ જવાથી પોલીસને બોલાવવી પડી હતી અને તેમણે તપાસ કરી હતી. હવે આ શોમાં એક નવા ચહેરાની એન્ટ્રી થવાની છે. ‘બાલવીર’, ‘સસુરાલ ગેંદા ફૂલ’, ‘વારિસ’, ‘લૌટ આઓ ત્રિશા’, ‘રહે તેરા આશીર્વાદ’ , ‘સીઆઇડી’ જેવી સિરિયલોમાં કામ કરી ચૂકેલો અક્ષય સેઠી ‘દિવ્ય દૃષ્ટિ’માં એનઆરઆઇ તરીકે જોવા મળશે.

આ પણ વાંચો : સ્વર્ગિની ફેમ વાણી શર્મા શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કીમાં

અક્ષયની એન્ટ્રીથી શોમાં મનોરંજન અને થ્રિલ પણ વધવાનું છે. અક્ષયે થોડો સમય અભિનયમાંથી બ્રેક લીધો હતો અને તે ગોવામાં બિઝનેસમૅન તરીકે સક્રિય હતો. સ્ટાર પ્લસના શો ‘સસુરાલ ગેંદા ફૂલ’માં તેણે ડબલ રોલ ભજવીને પ્રશંસા મેળવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK