સ્વર્ગિની ફેમ વાણી શર્મા શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કીમાં

Published: Jan 15, 2020, 14:55 IST | Parth Dave | Ahmedabad

કલર્સના આ શોમાં વાણી શર્મા સિંધુના પાત્રમાં જોવા મળશે

વાણી શર્મા
વાણી શર્મા

રશ્મિ શર્મા નિર્મિત કલર્સના શો ‘શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી’માં જનરેશન લીપ આવવાનો છે. દર્શકોને ૨૦ જાન્યુઆરીથી આ લીપ જોવા મળશે. ‘થપકી પ્યાર કી’ ફેમ જિજ્ઞાસા સિંહ હીર તરીકે લીડ રોલમાં જોવા મળશે. તો આકાશ તલવાર, એકરૂપ બેદી, અવિનાશ મુખરજી, મેહરઝાન મઝદા મહત્ત્વના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો : ZEE5 જર્નલિસ્ટ ડેનિયલ પર્લની લાઇફ પર આધારિત વેબ સિરીઝ કિડનેપ બનાવશે

આ સિવાય ‘સ્વર્ગિની’ ફેમ વાણી શર્મા પણ શો સાથે જોડાઈ છે. તે ‘સિંધુ’ના રોલમાં જોવા મળશે. સિંધુ આ શોમાં હરકના ભાઈ વીરનની દીકરી છે. સિંધુનું પાત્ર અગાઉ નિધિ ભાવસાર ભજવતી હતી, જેણે હાલમાં જ શો છોડ્યો છે. છેલ્લે સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘એક આસ્થા ઐસી ભી’માં દેખાયેલી અભિનેત્રી વાણી શર્માએ કલર્સ ટીવી પર આવતી સિરિયલ ‘સ્વર્ગિની’ શોથી પોતાની કરીઅરની શરૂઆત કરી હતી. એ શો પણ રશ્મિ શર્માએ પ્રોડ્યુસ કર્યો હતો. ત્યાર પછી તે ‘મેં માઇકે ચલી જાઉંગી તુમ દેખતે રહિયો’માં દેખાઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK