'ગુડ ન્યુઝ'નો ફર્સ્ટ લૂક જાહેર, અક્ષય, કરીના, દિલજીત મુખ્ય ભુમિકામાં

Apr 05, 2019, 18:49 IST

ગુડ ન્યુઝ એક કૉમેડી ફેમિલી ડ્રામા ફિલ્મ હશે, જે એક એવા કપલની સ્ટોરી છે જે લગ્ન પછી પણ કન્સીવ કરી શકતા નથી. આ ફિલ્મમાં અક્ષય, કરીના, કિયારા અને દિલજીત દોસાંઝ મુખ્ય ભૂમિકામાં છે.

'ગુડ ન્યુઝ'નો ફર્સ્ટ લૂક જાહેર, અક્ષય, કરીના, દિલજીત મુખ્ય ભુમિકામાં
ગુડ ન્યુઝનો ફર્સ્ટ લૂક જાહેર

લાંબા સમય બાદ કરીના અને અક્ષય સાથે જોવા મળશે

છેલ્લા કેટલાક દિવસથી અક્ષય કુમાર, કરીના કપૂર, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણીની ફિલ્મ ગુડ ન્યૂઝ ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મની શૂટિંગ શરૂ થઈ ગઈ છે અને તાજેતરમાં જ કિયારાએ તેનો ફર્સ્ટ લૂક પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ ફિલ્મમાં ઘણાં સમય પછી કરીના કપૂર અને અક્ષય કુમારની જોડી એકસાથે જોવા મળશે.

 
 
 
View this post on Instagram

Bringing the #GoodNews to you sooon🤩 #kareenakapoorkhan @akshaykumar @diljitdosanjh @raj_a_mehta @karanjohar @dharmamovies

A post shared by KIARA (@kiaraaliaadvani) onApr 4, 2019 at 9:40am PDT

આ ફિલ્મની શૂટિંગ દરમિયાન લેવામાં આવેલી તસવીર શેર કરતાં કિયારાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "તમારી માટે ટૂંક સમયમાં જ ગુડ ન્યૂઝ લાવી રહ્યા છીએ." દિલજીતે પણ આ ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જણાવીએ કે આ ફિલ્મ એક કૉમેડી ફેમિલી ડ્રામા છે. જેમાં એક એવા કપલની સ્ટોરી છે જે લગ્ન પછી પણ કન્સીવ કરી શકતાં નથી.

આ પણ વાંચો : સુંદરલાલ ઉર્ફે મયુર વાકાણી રીલની સાથે રિયલ લાઇફમાં પણ છે મસ્ત મિજાજી

ઉલ્લેખનીય છે કે આ સિવાય અક્ષય કુમાર 'મિશન મંગલ'માં કામ કરી રહ્યો છે. તો કિયારાની વાત કરીએ તો તે શાહિદ કપૂર સાથે 'કબીર સિંહ'માં જોવા મળશે જે સુપરહિટ તેલુગૂ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની રિમેક છે. 'ગુડ ન્યુઝ' ફિલ્મ કરણ જોહર પ્રૉડ્યુસ કરે છે અને ડિરેક્શન રાજ મહેતા કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK