ગુડ ન્યૂઝ! અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની 'પૃથ્વીરાજ'ની શૂટિંગ માટે બનશે 35 ભવ્ય સેટ!

Published: Dec 04, 2019, 19:06 IST | Mumbai Desk

ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે આ ઐતિહાસિક ફિલ્મના શૂટિંગ માટે કુલ 35 ભવ્ય સેટનું નિર્માણ કરવામાં આવશે.

પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર યશરાજ ફિલ્મ્સની ફિલ્મ 'પૃથ્વીરીજ'માં અક્ષય કુમાર સાથે દેખાશે. આ ફિલ્મ તેની ડેબ્યૂ ફિલ્મ પહેલી વાર પીરિયડ ડ્રામા ડૉનરમાં દેખાશે. આ કારણસર નિર્માતા પોતોની છાપ છોડવા માટે કોઇ ઉણપ રાખવા માગતા નથી. ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે આ ઐતિહાસિક ફિલ્મના શૂટિંગ માટે કુલ 35 ભવ્ય સેટનું નિર્માણ કરવામાં આવશે.

આ વિશે સૂત્રોએ ટાઇમ્સ નાઉને જણાવ્યું છે, "આ ફિલ્મ એક ભવ્ય ફિલ્મ હશે. અક્ષય અને માનુષીની શૂટિંગ માટે 35 જુદાં જુદાં સેટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાંથી મોટાભાગના મહારાષ્ટ્ર અને કેટલાક રાજસ્થાનમાં બનાવવામાં આવશે. નિર્માતા ફિલ્મને એક ભવ્ય અને દિવ્ય ફિલ્મ બનાવવા માગે છે અને દર્શકોને ફિલ્મ જોતી વખતે ખૂબ જ સારો અનુભવ આપવાનું મન બનાવી લીધું છે."

સૂત્રોએ આ પણ જણાવ્યું કે અક્ષય કુમારની ફિલ્મમાં રાજાઓ અને સામ્રાજ્યોની ભવ્યતાને પ્રદર્શિત કરતાં યુદ્ધના સીન પણ હશે. આ માટે લગભગ 35 વિશાળ સેટ્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. YRF પ્રૉડક્શનની ફિલ્મ રાજા પૃથ્વીરાજ ચૌહાણના વીર અને નિડર જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની મુખ્ય ભૂમિકા છે. ઇતિહાસકાર પૃથ્વીરાજને ભારતના અંતિમ હિંદૂ સમ્રાટ કહે છે, જેમણે ઘોરના નિર્દયી મુહમ્મદ ઘોરી વિરુદ્ધ યુદ્ધ લડ્યા હતા. ફિલ્મમાં માનુષી છિલ્લર સંયોગિતાની ભૂમિકા ભજવતી દેખાશે.

આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

આ બાબતની પુષ્ટિ કરતા માનુષી છિલ્લરે એક નિવેદનમાં કહ્યું, 'યશરાજ ફિલ્મ્સ જેવા પ્રૉડક્શન હાઉસ દ્વારા તેની એક્ટ્રેસ તરીકે પસંદગી થવી એક ખૂબ જ મોટું સન્માન છે. હું આ ફિલ્મના માધ્યમથી મળતી શીખથી સંપૂર્ણપણે ખુશ અને રોમાંચિત છું. અત્યાર સુધી મારું જીવન વાસ્તવમાં એક પરીની સ્ટોરી જેવું રહ્યું છે. અક્ષય કુમાર ટૂંક સમયમાં જ ફિલ્મ ગુડ ન્યૂઝમાં દેખાશો. આ ફિલ્મમાં તેના સિવાય કરીના કપૂરની મુખ્ય ભૂમિકા છે.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK