Updated: Dec 04, 2019, 08:36 IST | Falguni Lakhani
બિગ બૉસ 13માં મધુરિમા તુલીની એન્ટ્રી થઈ ગઈ છે. આ શોમાં તેનો એક્સ બૉયફ્રેન્ડ વિશાલ સિંહ પણ છે.
1/16
વિશાલ અને મધુરિમા નચ બલિયેમાં પણ એકસાથે જોવા મળ્યા હતા. જેમાં તેઓ સેકન્ડ રનર અપ રહ્યા હતા.
2/16
બિગ બૉસના ઘરમાં મધુરિમાના આવવાથી હૉટનેસ ફેક્ટર વધી ગયું છે. કારણ કે તે પોતાના સ્ટાઈલ અને ફેશન સ્ટેટમેન્ટ માટે જાણીતી છે.
3/16
મધુરિમાએ 2004માં તેની કારકીર્દિની શરૂઆત તેલુગુ ફિલ્મથી કરી હતી.
4/16
તે પહેલી વાર હિન્દી ફિલ્મ બચના એ હસીનોમાં નાનકડી ભૂમિકામાં જોવા મળી હતી.
5/16
મધુરિમાએ તેલુગુ સાથે તમિલ, હિન્દી, ઈંગ્લિશ, કન્નડ જેવી ભાષામાં પણ ફિલ્મો કરી છે.
6/16
મધુરિમા શ્રી, પરિચય, રંગ બદલતી ઓઢણી, કુમકુમ ભાગ્ય, દફા 420 જેવી ધારાવાહિકમાં કામ કર્યું છે.
7/16
કુમકુમ ભાગ્યમાં તે શરૂઆતમાં તનુની ભૂમિકામાં જોવા મળી હતી. જે ઘણી જ લોકપ્રિય થઈ હતી.
8/16
મધુરિમાએ ચંદ્રકાંતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેમાં તેના અભિનયના વખાણ થયા હતા.
9/16
છેલ્લા મધુરિમા સ્ટાર પ્લસની સીરિયલ કયામત કી રાતમાં નેગેટિવ કિરદારમાં જોવા મળી હતી.
10/16
નચ બલિયેમાં વિશાલ અને મધુરિમાની જોડીએ ઘણી કોન્ટ્રોવર્સીને આમંત્રણ આપ્યું હતું. જો કે તો પણ તેઓ સેકન્ડ રનર અપ રહ્યા હતા.
11/16
મધુરિમા મિસ ઉત્તરાંચલ પણ રહી ચુકી છે. મધુરિમાએ ગોદરેજ, ફિયામા ડી વિલ્સ,કાર્બન મોબાઈલ્સ જેવી બ્રાન્ડ માટે પણ કામ કર્યું છે.
12/16
મધુરિમા અક્ષય કુમારની ફિલ્મ બેબીમાં મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી.
13/16
બેબીની સિક્વલ નામ શબાનામાં પણ તે જોવા મળી હતી.મધુરિમા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે સોશિયલ મીડિયા પર પોતાના ફોટોસ પોસ્ટ કરી રહે છે.
14/16
મધુરિમાનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ એકદમ સરસ છે. જેના વખાણ કરવામાં આવે છે.ચાહકો તેની તસવીરોને પસંદ કરતા રહે છે અને તેની સ્ટાઈલને પણ ફૉલો કરે છે.
15/16
હવે તે બિગ બૉસના ઘરમાં આવી ગઈ છે અને લોકોને એન્ટરટેઈન કરવા તૈયાર છે. એક વાત પાક્કી છે કે તેના આવવાથી બીજા લોકોને સ્પર્ધા સારી મળશે.
16/16
ફોટોઝ વિશે
બિગ બૉસ 13માં વધુ એક વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી આવી છે. જે ગજબની ખૂબસૂરત છે. ચાલો જાણીએ તેના વિશે થોડું વધુ તેની તસવીરો સાથે.. તસવીર સૌજન્યઃ મધુરિમા તુલી ઈન્સ્ટાગ્રામ
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK