અજય દેવગન અને કાજોલે આ અંદાજમાં પુત્રને આપી જન્મદિવસની શુભેચ્છાઓ

Published: Sep 13, 2019, 19:35 IST | મુંબઈ ડેસ્ક

અજય દેવગન અને કાજોલ વચ્ચે ફિલ્મ 'ગુંડરાજ' દરમિયાન 1995માં નિકટતા વધી, જેના પછી બન્ને લગભગ ચાર વર્ષ સુધી રિલેશનમાં રહ્યા પછી 1999માં લગ્ન કરી લીધા. બન્નેના બે બાળકો નાયસા અને યુગ છે.

અજય દેવગન અને કાજોલે આ રીતે આપી પુત્રને જન્મદિવસની શુભેચ્છાઓ
અજય દેવગન અને કાજોલે આ રીતે આપી પુત્રને જન્મદિવસની શુભેચ્છાઓ

બોલીવુડ અભિનેતા અજય દેવગન પોતાના કામની સાથે સાથે તે પોતાના પરિવારને પણ યોગ્ય સમય આપે છે. તે ઘણીવાર પોતાના પરિવાર સાથે આઉટિંગ અને વેકેશન્સની તસવીરો શૅર કરે છે. આજે તેનો દીકરો યુગ 9 વર્ષનો થયો છે આ ખાસ અવસરે અજય અને કાજોલે તેને ભાવુક અંદાજમાં જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે.

 
 
 
View this post on Instagram

It’s a joy watching you grow. Can never have enough 🤗

A post shared by Ajay Devgn (@ajaydevgn) onSep 12, 2019 at 9:30pm PDT

અજયે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પોતાની અને દીકરા યુગની તસવીર શૅર કરતાં લખ્યું, "તને મોટો થતાં જોવાની એક જુદી જ ખુશી છે, આ ક્યારેય વધારે નહીં હોઇ શકે." ગુરુદ્વારામાં હાથમાં પ્રસાદ લઈને ઊભેલા અજય અને તેના દીકરા યુગની આ તસવીરમાં કાજોલની બહેન તનિશા મુખર્જી એ કોમેન્ટ કરતાં લખ્યું છે, "મને આ તસવીર સાથે પ્રેમ છે."

 
 
 
View this post on Instagram

Birthday week starts ...

A post shared by Kajol Devgan (@kajol) onSep 11, 2019 at 6:26am PDT

દીકરાના જન્મદિવસે અભિનેત્રી કાજોલે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તાજેતરમાં જ એક સુંદર તસવીર શૅર કરતાં લખ્યું હતું, "બર્થડે વીક શરૂ..." ત્યાર પછી આજે તેણે એક વીડિયો શૅર કર્યો છે. આ ડબ વીડિયોમાં યુગ અળવીતરા ચહેરા બનાવે છે. વીડિયો સાથે કાજોલે લખ્યું છે, "3 વર્ષનો ખૂબ જ ક્યૂટ હતો, અને 9માં વર્ષે તેનાથી પણ વધારે ક્યૂટ થઈ ગયો છે. હેપ્પી બર્થડે યુગ, મને લાગે છે કે સૂતી વખતે પણ આ મારી ફટકાર ઇમેજિન કરે છે."

 
 
 
View this post on Instagram

Awesome at 3 and even more awesome sauce at 9! HAPPY BIRTHDAY YUG! ( I think he hears me yelling even in his sleep )

A post shared by Kajol Devgan (@kajol) onSep 12, 2019 at 8:12pm PDT

જણાવીએ કે અજય દેવગન અને કાજોલ વચ્ચે ફિલ્મ 'ગુંડરાજ' દરમિયાન 1995માં નિકટતા વધી, જેના પછી બન્ને લગભગ ચાર વર્ષ સુધી રિલેશનમાં રહ્યા પછી 1999માં લગ્ન કરી લીધા. બન્નેના બે બાળકો નાયસા અને યુગ છે. નાયસાનો જન્મ 2003માં થયો, અને યુગનો 2011માં. બન્ને પોતાના કામમાંથી સમય કાઢીને ઘણીવાર પરિવાર સાથે સમય પસાર કરે છે.

આ પણ વાંચો : Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

છેલ્લે કાજોલ ફિલ્મ 'હેલીકૉપ્ટર ઇલા'માં જોવા મળી હતી, જેના પછી તે ટૂંક સમયમાં જ અજય દેવગનની ફિલ્મ 'તાનાજી - ધ અનસંગ વૉરિયર'માં દેખાશે. વાત કરીએ અજયની તો તે છેલ્લે ફિલ્મ 'દે દે પ્યાર દે'માં જોવા મળ્યો હતો જેના પછી તેની ફિલ્મ 'ભુજ ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા'માં દેખાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK