‘સિંઘમ’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ને એક જ ફિલ્મમાં લાવવાની યોજના છે: અજય દેવગન

Published: May 11, 2019, 08:50 IST | મુંબઈ

અજય દેવગનનું કહેવું છે કે ડિરેક્ટર રોહિત શેટ્ટી ‘સિંઘમ’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ને એકસાથે એક જ ફિલ્મમાં દેખાડવાનું વિચારી રહ્યો છે.

રણવીર સિંહ, રોહિત શેટ્ટી અને અજય દેવગણ
રણવીર સિંહ, રોહિત શેટ્ટી અને અજય દેવગણ

અજય દેવગનનું કહેવું છે કે ડિરેક્ટર રોહિત શેટ્ટી ‘સિંઘમ’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ને એકસાથે એક જ ફિલ્મમાં દેખાડવાનું વિચારી રહ્યો છે. ૨૦૧૧માં આવેલી ‘સિંઘમ’ અને ૨૦૧૪માં આવેલી એની સીક્વલમાં અજય દેવગન લીડ રોલમાં હતો. ‘સિમ્બા’માં રણવીર સિંહ જોવા મળ્યો હતો. હવે ‘સૂર્યવંશી’માં અક્ષયકુમાર દેખાવાનો છે. આ ફિલ્મ વિશે અજય દેવગને કહ્યું હતું કે ‘એવા પ્લાન ઘડવામાં આવી રહ્યા છે કે ‘સિંઘમ’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ને કૉપ યુનિવર્સ ફિલ્મ બનાવવામાં આવે. આ એક તદ્દન અલગ ફિલ્મ બનશે. એના પર કામ ચાલી રહ્યું છે. અમે એક યોગ્ય સ્ક્રિપ્ટ શોધી રહ્યા છીએ. એના માટે અમે કામ કરી રહ્યા છીએ. ‘સિંઘમ’, ‘સિમ્બા’ની સાથે હવે ‘સૂર્યવંશી’ પણ દેશી સુપરહીરોની હરોળમાં આવી જશે. આ ત્રણેયને એકસાથે લાવવા એ ગ્રેટ આઇડિયા છે. આ ફિલ્મમાં હું નાનકડી ભૂમિકા ભજવવાનો છું.’

આ પણ વાંચોઃ પરાણે વહાલી લાગે એટલી ક્યૂટ છે પાર્થિવ ગોહિલની પુત્રી નિર્વી, જુઓ ફોટોઝ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK