Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મણિરત્નમની ફિલ્મમાં દેખાશે ઐશ્વર્યા રાય, 'રાવણ'માં કર્યું હતું સાથે કામ

મણિરત્નમની ફિલ્મમાં દેખાશે ઐશ્વર્યા રાય, 'રાવણ'માં કર્યું હતું સાથે કામ

25 July, 2019 05:14 PM IST | મુંબઈ

મણિરત્નમની ફિલ્મમાં દેખાશે ઐશ્વર્યા રાય, 'રાવણ'માં કર્યું હતું સાથે કામ

મણિરત્નમ અને ઐશ્વર્યા રાય બચ્ચન

મણિરત્નમ અને ઐશ્વર્યા રાય બચ્ચન


ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એકવાર ફિલ્મ ડિરેક્ટર મણિરત્નમની પિલ્મમાં કામ કરતી દેખાશે. છેલ્લે બંનેએ ફિલ્મ રાવણમાં સાથે કામ કર્યું હતું. રાવણમા ઐશ્વર્યા રાયની સાથે તેમના પતિ અભિષેક બચ્ચન પણ હતા.

ઐશ્વર્યા અને મણિરત્નમની આગામી ફિલ્મનું નામ પોંનિયન સેલ્વન હશે. બોલીવુડમાં ચાલતી ચર્ચાઓ મુજબ આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એકવાર મણિરત્નમ સાથે કામ કરશે. આ મામલે એક અખબાર સાથેની વાતચીતમાં ઐશ્વર્યા રાય બચ્ચને કહ્યું કે,'હા હું આ ફિલ્મમાં મણિરત્નમ સાથે કામ કરી રહી છું, તેમની સાથે કામ કરવું એ એક સૌભાગ્યની વાત છે.' ઐશ્વર્યા આ ફિલ્મમાં મહાન રાજા ચોલા રાજા રાજરાજા ચોલા પ્રથમની પત્નીની ભૂમિકામાં દેખાશે.



છેલ્લે ઐશ્વર્યા રાય બચ્ચન અનિલ કપૂરની ફિલ્મ ફન્ને ખાંમાં દેખાઈ હતી. આ ફિલ્મમાં તેમની સાથે રાજકુમાર રાવ પણ હતા. ઉલ્લેખનીય છે કે લગ્ન બાદ ઐશ્વર્યા રાય બચ્ચન ઓછી ફિલ્મો કરી રહી છે. ઐશ્વર્યા મિસ વર્લ્ડનો ક્રાઉન જીતી ચૂકી છે.


આ પણ વાંચોઃ Badshah, Raftarથી લઈને રેપર્સના આ છે અસલી નામ, જાણીને થઈ જશો હેરાન

તાજેતરમાં જ ઐશ્વર્યા પતિ અભિષેક અને પુત્રી આરાધ્યા સાથે વેકેશન મનાવીને પાછી ફરતી એરપોર્ટ પર દેખાઈ હતી. ઉલ્લેખનીય છે કે પુત્રી આરાધ્યનો હાથ પકડીને ઉભી હોય તેવા ઐશ્વર્યાના ફોટોઝ સોશિયલ મીડિયા પર ઘણીવાર ટ્રોલ થઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે આરાધ્યાનો હાથ પકડવાને લઈ ઐશ્વર્યાને ટ્રોલ કરી છે. ઐશ્વર્યા હંમેશા જાહેર સ્થળોએ પુત્રીનો હાથ પકડી રાખે છે. પરિણામે સોશિયલ મીડિયા યુઝર્સ તેને ઓવર પ્રોટેક્ટિવ ગણાવી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2019 05:14 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK