કંગના રનોટના પૂર્વ પ્રેમી અધ્યયન સુમને અભિનેત્રીને બહાદુર કહી

Published: Jul 20, 2020, 11:29 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અધ્યયન સુમને ટ્વીટમાં કહ્યું, ભૂતકાળને બાજુએ મુકીને માણસ બનીને આગળ વધવું જરૂરી છે

અધ્યયન સુમન, કંગના રનોટ (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
અધ્યયન સુમન, કંગના રનોટ (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યા બાદ ફરી એકવાર બૉલીવુડમાં સગાવાદના મુદ્દાએ જોર પકડયું છે અને તેની બહુ ચર્ચાઓ થઈ રહી છે. અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut) બૉલીવુડમાં ચાલતા સગાવાદ વિશે ઘણુ બધુ બોલી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કરણ જોહર (Karan Johar), મહેશ ભટ્ટ (Mahesh Bhatt) તથા આદિત્ય ચોપરા (Aditya Chopra) પર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બદલ અનેક આક્ષેપો કર્યા છે. આ ઈન્ટરવ્યુ બાદ અભિનેત્રીનો ભુતપૂર્વ પ્રેમી અધ્યયન સુમન (Adhyayan Suman) તેના સપોર્ટમાં આવ્યો છે. એટલું જ નહીં કંગનાને બહાદુર કહીને તેના વખાણ પણ કર્યા છે.

અધ્યયન સુમનના પિતા અને અભિનેતા શેખર સુમન (Shekhar Suman) સહિત બૉલીવુડના અનેક લોકોએ સૂશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઈ તપાસની માંગણી કરી છે. કંગના રનોટ પણ શરૂઆતથી જ સીબીઆઈ તપાસ કરવાનું કહી રહી છે. આ બાબતે સુશાંતના અનેક ફૅન્સ કંગનાને સપોર્ટ કરી રહ્યાં છે અને હવે ભુતપૂર્વ પ્રેમી અધ્યયન સુમન પણ અભિનેત્રીના સપોર્ટમાં આવ્યો છે. અધ્યયન સુમને કંગનાને બહાદુર કહીને બે ટ્વીટ કર્યા છે. પ્રથમ ટ્વીટમાં લખ્યું છે કે, બહાદુર, કંગના રનોટ હવે નિયમોને બદલવાનો સમય છે. હું જાણું છું કે શેખરજીના પ્રયત્નો વ્યર્થ નહિ જાય, સત્ય જ જીતશે.

જ્યારે બીજા ટ્વીટમાં અધ્યયને કહ્યું હતું કે, ઘણીવાર ભૂતકાળને બાજુએ મુકીને એક માણસની જેમ આગળ વધવું જરૂરી હોય છે. હું માત્ર એક અવાજને સમર્થન આપી રહ્યો છું. મને લાગે છે કે, આ અવાજથી આપણે સુશાંતના મૃત્યુની CBI તપાસમાં એક પગલું વધારે નજીક પહોંચી જઈશું. આ પાછળ મારો કોઈ એજન્ડા નથી અને મારી કોઈ ફિલ્મ પણ રિલીઝ થવાની નથી.

તમને જણાવી દઈએ કે, આ પહેલાં પણ અધ્યયન સુમને કંગના રનોટના વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, કંગના ઘણા લાંબા સમયથી  ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે અને તેણે ઘણુ બધું સહન કર્યું છે. બૉલિવુડના લોકો સાથે ટક્કર લઈને જાત મહેનતે પોતાનું નામ બનાવ્યું છે.

આ પણ વાંચો: આ કારણે પદ્મશ્રી પરત આપી દેવા તૈયાર છે અભિનેત્રી કંગના રનોટ

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અભિનેતા છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને સારવાર પણ ચાલી રહી છે. આ કેસની પોલીસ તપાસ ચાલી રહી છે. બૉલીવુડના અનેક લોકોનો આક્ષેપ છે કે સુશાંત સાગાવાદનો ભોગ બન્યો હતો અને એટલે જ તેણે આ ગંભીર પગલુ ભર્યું છે. સુશાંતની આત્મહત્યાના કેસમાં ફૅન્સ અને સેલેબ્ઝ સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK