ન્યૂયોર્કમાં અભિનેત્રી હિના ખાને લહેરાવ્યો તિરંગો, જુઓ ફોટોઝ

Published: Aug 19, 2019, 15:49 IST

વિદેશમાં જ્યારે દેશનો તિરંગો લહેરાય છે ત્યારે તે નજારો અદ્ભૂત હોય છે. એક કાર્યક્રમમાં ટીવી એક્ટ્રેસ હિના ખાન ભારતનો ઝંડો લહેરાવ્યો હતો. હિના ખાન ન્યૂયોર્કમાં આયોજિત ઈન્ડિયા ડે પરેડ માટે આમંત્રિત કરવામાં આવી હતી.

વિદેશમાં જ્યારે દેશનો તિરંગો લહેરાય છે ત્યારે તે નજારો અદ્ભૂત હોય છે. એક કાર્યક્રમમાં ટીવી એક્ટ્રેસ હિના ખાન ભારતનો ઝંડો લહેરાવ્યો હતો. હિના ખાન ન્યૂયોર્કમાં આયોજિત ઈન્ડિયા ડે પરેડ માટે આમંત્રિત કરવામાં આવી હતી. આ રેલી દરમિયાન હિના ખાને ભારતનો તિરંગો લહેરાવ્યો હતો. પરેડમાં હિના ખાન પારંપરિક ભારતીય વેશભૂષામાં જોવા મળી હતી. ગાડીમાં ઉપર ઉભા રહીને હિના ખાને શાનથી ઝંડો લહેરાવ્યો હતો. હિના ખાને પરેડના વીડિયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કર્યા હતાં.

હિના ખાન પહેલી ટીવી એક્ટ્રેસ છે જેમને ઈન્ડિયા ડે પરેડમાં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફોટોઝ પોસ્ટ કરતા હિના ખાને લખ્યું હતું કે, 'પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવું હમેશા એક ખુશીની વાત છે. તમારા દેશને જ્યારે સૌથી શક્તિશાળી દેશોમાંથી એક પામો છો. આ પળથી કોઈ વિશેષાધિકાર ન હોઈ શકે. દેશના તિરંગા સાથે ફોટો પોસ્ટ કરતા હિના ખાને લખ્યું હતું કે, પોતાના પ્યારા દેશનો તિરંગો પકડીને.... હું આ વિચારનું સમર્થન કરું છું કે, અમેરિકામાં પણ એક હિન્દુસ્તાન વસે છે. આ વિચાર જેનું પ્રતિનિધિત્વ ભારત કરે છે. હું અહીના લોકોના વિનમ્ર વ્યવ્હાર, ગરમજોશી અને અહીના વાતાવરણ પર સારૂ છે. જય હિન્દ... હિન્દુસ્તાન જિંદાબાદ.'

આ પણ વાંચો: બાળપણમાં ફ્રિઝમાં બેસી ગયા આ નેશનલ એવોર્ડ વિનર એક્ટર, જુઓ ફોટો

ઈન્ડિયા ડે પરેડમાં સૈન્યના બળોના કાર્યક્રમ અને બલિદાનને સન્માનિત કરવામાં આવે છે. આ પરેડની મુખ્ય થીમ, ' પોતાના સૈનિકોનું સમર્થન કરો અને પોતાના સૈનિકોને સલામ કરો.' હિના ખાનની આ તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે. હિના ખાન 'લાઈન્સ' ફિલ્મ સાથે બોલીવુડ ડેબ્યૂ કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK