Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાળપણમાં ફ્રિઝમાં બેસી ગયા આ નેશનલ એવોર્ડ વિનર એક્ટર, જુઓ ફોટો

બાળપણમાં ફ્રિઝમાં બેસી ગયા આ નેશનલ એવોર્ડ વિનર એક્ટર, જુઓ ફોટો

19 August, 2019 03:32 PM IST |

બાળપણમાં ફ્રિઝમાં બેસી ગયા આ નેશનલ એવોર્ડ વિનર એક્ટર, જુઓ ફોટો

બાળપણમાં ફ્રિઝમાં બેસી ગયા આ નેશનલ એવોર્ડ વિનર એક્ટર, જુઓ ફોટો


બેસ્ટ એક્ટર નેશનલ એવોર્ડનો ખિતાબ જીતનાર અભિનેતા વિક્કી કૌશલ ઉરી ફિલ્મથી ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો ત્યારે એક ફોટોના કારણે ફરી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પરંતુ આ વખતે તેની નાનપણની મસ્તીના કારણે વધુ ચર્ચા થઇ રહી છે. વિક્કી કૌશલ નાનપણમાં ફ્રિઝમાં છુપાઇ ગયો હતો. આ વાત બીજા કોઇએ નહીં પણ તેણે ખુદ જણાવી હતી. વિક્કી કૌશલે હાલમાં ઈન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કર્યો હતો જેમા તે ફ્રિજમાં બેઠા છે. ફોટોને જોઈને લાગી રહ્યું છે કે, બાળપણ વિક્કી કૌશલ ખરેખર તોફાની હતા.

ઈન્સ્ટાગ્રામ પર શૅર કરેલા ફોટોમાં વિક્કી કૌશલ ઘુઘરાળા વાળ, સફેદ રંગના કુર્તો પહેરેલો છે. ફોટોમાં વિક્કી ક્યૂટ લાગી રહ્યાં છે. ફોટો જોઈને ભલે લાગી રહ્યું હોય વિક્કી કૌશલ બાળપણમાં ગમે તેવા શર્મિલા હોય પણ એટલા જ તોફાની હતા.વિક્કી કૌશલને હાલમાં જ 'ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક' ફિલ્મમાં બેસ્ટ એક્ટિંગ માટે બેસ્ટ એક્ટર નેશનલ એવોર્ડ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. એવોર્ડ જીત્યા પછી વિક્કીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મુકતા પોતાની ખુશી જાહેર કરી હતી. વિક્કીએ લખ્યું હતું કે, 'હું એ સમયે એટલો ખુશ હતો એ કહી શકવુ મુશ્કેલ છે. મારી પાસે શબ્દો નથી એ ખુશીને જાહેર કરતા. નેશનલ એવોર્ડ જ્યૂરીએ મારૂ કામ ઓળખ્યું. મને અને મારા પરિવાર માટે આ શાનદાર પળ હતી. હું જ્યૂરી અને દરેક સદસ્યનો આભાર માનું છું તે તેમણે ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક માટે મારા કામને સન્માનિત નેશનલ એવોર્ડને લાયક સમજ્યું.'



આ પણ વાંચો: KBC: આવો હશે પહેલો એપિસોડ, આ મહિલાને અમિતાભ બચ્ચન પુછસે સવાલ અને કરશે ડાન્સ


વર્કફ્રન્ટની વાત કરીએ તો વિક્કી કૌશલ મેઘના ગુલઝારની સૈમમાં જોવા મળશે. ફિલ્મમાં સૈમ માનેક શૉનો રોલ નિભાવશે. ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કરી દેવાયો છે. સૈમ માનેક શૉનો લુક જાહેર થતાની સાથે જ વિક્કી કૌશલ ચર્ચામાં આવ્યો હતો. આ સિવાય વિક્કી કૌશલ નોરા ફતેહી સાથે મ્યૂઝિક આલ્બમમાં જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2019 03:32 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK