Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 47 ધનસુખ ભવનઃ ફિલ્મનું પહેલું ગીત 'શું થાય છે' રિલીઝ

47 ધનસુખ ભવનઃ ફિલ્મનું પહેલું ગીત 'શું થાય છે' રિલીઝ

08 July, 2019 02:32 PM IST | મુંબઈ

47 ધનસુખ ભવનઃ ફિલ્મનું પહેલું ગીત 'શું થાય છે' રિલીઝ

ફિલ્મના ગીતનું એક દ્રશ્ય

ફિલ્મના ગીતનું એક દ્રશ્ય


અપકમિંગ થ્રિલર ગુજરાતી ફિલ્મનું ગીત 'શું થાય છે'  રિલીઝ થઈ ચૂક્યુ છે. આ ગીત જોઈને ફરી એકવાર ફિલ્મ પ્રત્યેની ઉત્સુક્તા વધી રહી છે. 47 ધનસુખ ભવનના પહેલા ગીતને પણ એક ઈમારત અને તેની આસપાસના વિસ્તારમાં જ ફિલ્માવવામાં આવ્યું છે. ફિલ્મનું મ્યુઝિક અને સિનેમેટોગ્રાફી જોઈને એક વખત વિચારતા થઈ જવાય કે આ ઘરમાં શુ બની રહ્યું છે કે પછી આ પહેલા કોઈ એવી ઘટના બની ગઈ છે જેના ઓછાયા હજી પણ અહીં પડી રહ્યા છે ? જો કે આ તમામ સવાલોના જવાબ તો ફિલ્મમાં જ મળશે.

47 ધનસુખ ભવનના ગીત 'શું થાય છે'ના શબ્દો જય ભટ્ટે લખ્યા છે. તો ગીતમાં જાણીતી બોલીવુડ સિંગર ભૂમિ ત્રિવેદીએ અવાજ આપ્યો છે. ગીતનું મ્યુઝિક સુચિતા વ્યાસે કમ્પોઝ કર્યું છે.



અહીં જુઓ ગીત


આ ગીત જોઈને દર્શકોની ફિલ્મ પ્રત્યેની ક્યુરિસિટી વધી રહી છે. ફિલ્મ 47 ધનસુખ ભવનની ખાસ આવતા છે કે અત્યાર સુધીમાં તેનું ટીઝર, ટ્રેલર, ડાઈલોગ પ્રોમો અને એક ગીત રિલીઝ થઈ ચુક્યુ છે. તેમ છતાંય દર્શકો અંદાજ નથી લગાવી શક્યા કે ફિલ્મ શેના વિશે છે. આ જ કારણે ફિલ્મ પ્રત્યેની દર્શકોની ક્યુરિયોસિટી વધી રહી છે.


આ પણ વાંચોઃ Maira Doshi:જેટલી ક્યૂટ એટલી જ ગ્લેમરસ પણ છે આ ગુજરાતી એક્ટ્રેસ

47 ધનસુખ ભવન ફિલ્મ જુદી જુદી રીતે ખાસ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ છે. એટલે કે ફિલ્મ એક જ કેમેરાથી સળંગ શૂટ કરવામાં આવી છે. એટલે કે ફિલ્મમાં એક પણ કટ નથી. ફિલ્મને નૈતિક રાવલે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં લીડ રોલમાં ગૌરવ પાસવાલા, શ્યામ નાયર અને રિશી વ્યાસ છે. ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2019 02:32 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK