Maira Doshi:જેટલી ક્યૂટ એટલી જ ગ્લેમરસ પણ છે આ ગુજરાતી એક્ટ્રેસ
Published: 5th July, 2019 17:44 IST | Bhavin
માયરા દોષી ચાસણી ફિલ્મથી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે મનોજ જોષી, દિવ્યાગ ઠક્કર અને સેજલ શાહ છે.
1/11
ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી કરી રહેલી માયરા લાંબા સમયથી એક્ટિંગ કરી રહી છે. આ પહેલા તે દક્ષિણની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
2/11
માયરાએ 2017માં ટોલીવુડની ફિલ્મ 'કાઢાલી'થી એક્ટિંગની શરૂઆત કરી હતી. 2019માં તેણે વધુ એક તેલુગુ મૂવી 'IIT'માં કામ કર્યું છે.
3/11
આ ઉપરાંત માયરા મુંબઈમાં મોડેલિંગના અસાઈનમેન્ટ્સ પણ કરે છે.
4/11
માયરા દોશી ટીવી સિરીઝ 'ધ ગ્રીલ'માં પણ દેખાઈ ચૂકી છે. આ સિરીઝમાં તેણે આરાધ્યાનું પાત્ર ભજવ્યું હતું.
5/11
માયરા દોશીનું સાચુ નામ પૂજા દોશી છે. એક ઈન્ટરવ્યુમાં માયરાએ નામ બદલવા અંગે ખુલાસો કરતા કહ્યું હતું કે ન્યુમરોલોજી અને જ્યોતિષના કારણે તેણે નામ બદલ્યું છે.
6/11
માયરા દોશીએ પોતાના નવા નામ અંગે વાત કરતા કહ્યું હતું કે,'નવું નામ કોઈએ સજેસ્ટ નહોતું કર્યું, મને પર્સનલી આ નામ ખૂબ જ ગમે છે. એટલે મેં મારી જાતને આ નામ ગિફ્ટ કર્યું !! '
7/11
માયરા દોશી અત્યાર સુધી સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. અને હવે તે ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે.
8/11
માયરા દોશી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. તે સમયાંતરે પોતાના જુદા જુદા ફોટોઝ પોસ્ટ કરતી રહે છે.
9/11
ફક્ત ક્યુટનેસ જ નહીં, આ ગુજરાતી એક્ટ્રેસની બોલ્ડ સાઈડ પણ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક નવા અંદાજમાં પણ ફોટોઝ જોવા મળશે.
10/11
આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં માયરા દોશી બોલ્ડ લાગી રહી છે.
11/11
ફોટોઝ વિશે
આ મહિને ગુજરાતી ફિલ્મ 'ચાસણી- મીઠાશ જિંદગીની' રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મથી માયરા દોશી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહી છે. એક્ટ્રેસ માયરા દોશી સુપર ક્યુટ છે. જો કે ક્યુટ હોવાની સાથે સાથે તે સુપર હોટ પણ છે. (Image Courtesy: Maira Doshi Instagram)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK