° °

આજનું ઇ-પેપર
Wednesday, 05 October, 2022


શિલ્પા અને સિદ્ધાર્થની થઈ બબાલ, મારામારી પર ઉતરી આવ્યાં બન્ને, જુઓ વીડિયો

09 August, 2022 11:33 AM IST | Mumbai
Shilpa Bhanushali | shilpa.bhanushali@mid-day.com

હવે રોહિત શેટ્ટીએ પોતાના બે પોલીસ ઑફિસર્સની લડાઈનો વીડિયો શૅર કર્યો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ ટૂંક સમય પહેલા જ પોતાની આગામી કૉપ યૂનિવર્સ વેબસીરિઝ `ઇન્ડિયન પોલીસ ફૉર્સ`ની જાહેરાત કરી. એમેઝૉન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થનારી આ વેબસીરિઝ દ્વારા રોહિતનો ડિજિટલ ડેબ્યૂ તો થશે પણ આની સાથે શિલ્પા શેટ્ટી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ રોહિત શેટ્ટીની કૉપ ફૉર્સમાં જોડાયા છે. હવે રોહિત શેટ્ટીએ પોતાના બે પોલીસ ઑફિસર્સની લડાઈનો વીડિયો શૅર કર્યો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

શું છે વીડિયો
રોહિત શેટ્ટીએ પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કરેલી આ વીડિયો ઇન્ડિયન પોલીસ ફૉર્સના બિહાઇન્ડ ધ સીન્સનો છે. આ વીડિયોમાં રોહિત શેટ્ટી જે રીતે સીન ડિરેક્ટ કરી રહ્યો છે અને સાથે શિલ્પા શેટ્ટી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફાઈટના સીન્સ કેવી રીતે શૂટ થયા છે તે જોવા મળે છે. શિલ્પા શેટ્ટી એક્શન સીન કરતી વખતે એકદમ મારફાડ દેખાય છે. શિલ્પા શેટ્ટીના એક્શન સીન્સની તરત બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જબરજસ્ત ધોલાઈ કરતો દેખાય છે. 

અહીં જુઓ વીડિયો

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rohit Shetty (@itsrohitshetty)

નોંધનીય છે કે રોહિત શેટ્ટીએ આ પહેલા અજય દેવગન, રણવીર સિંહ અને અક્ષય કુમાર સાથે બ્લૉકબસ્ટર કૉપ એક્શન ફિલ્મો બનાવી છે અને હવે આ વેબ સિરીઝમાં એક્શન અને ધમાલ મચાવતો જોવા મળશે. આ પહેલા રોહિતની ફિલ્મ `સૂર્યવંશી` પણ ખૂબ જ લોકપ્રિય થી હતી. તો હવે `ઇન્ડિય પોલીસ ફૉર્સ`ની રાહ જોવાઈ રહી છે. એવામાં આવા બિહાન્ડ ધ સીન્સના વીડિયોઝ જોયા પછી દર્શકોનો ઉત્સાહ આ વેબસિરીઝ પ્રત્યે હજી વધારે વધ્યો છે. 

09 August, 2022 11:33 AM IST | Mumbai | Shilpa Bhanushali

અન્ય લેખો

વેબ સિરીઝ

‘જમતારા : સબકા નંબર આએગા’ની બીજી સીઝન માટે રિયલ લાઇફ કેસનું રિસર્ચ કરવામાં આવ્યુ

આ શોમાં સ્પર્શ સીમા પાહવા, શ્રીવાસ્તવ, અંશુમન પુષ્કર, મોનિકા પનવર, અમિત સિયાલ અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય લીડ રોલમાં છે

04 October, 2022 05:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘ગુડ બૅડ ગર્લ’માં વકીલ બની છે ગુલ પનાગ

સોની લિવ પર આ શો ૧૪ ઑક્ટોબરથી શરૂ થવાનો છે

04 October, 2022 05:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

આક્રમક ઊર્મિલા

ઊર્મિલા માતોન્ડકર વેબ-શો ‘તિવારી’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહી છે

04 October, 2022 05:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK