Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > બિગ બૉસ OTT 3ની વિજેતા બની સના મકબૂલ, ઇનામમાં મળ્યા પચીસ લાખ રૂપિયા: રણવીર શૌરી અને નૈઝી બીજા-ત્રીજા નંબરે

બિગ બૉસ OTT 3ની વિજેતા બની સના મકબૂલ, ઇનામમાં મળ્યા પચીસ લાખ રૂપિયા: રણવીર શૌરી અને નૈઝી બીજા-ત્રીજા નંબરે

04 August, 2024 08:25 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જિયો સિનેમા પર ટેલિકાસ્ટ થતા આ શોના ટૉપ ૩માં તેની સાથે રણવીર શૌરી અને રૅપર નૈઝી હતો

સના મકબૂલ

સના મકબૂલ


‘બિગ બૉસ OTT 3’ને એની વિજેતા સના મકબૂલ મળી અને પ્રાઇઝ મની તરીકે તેને પચીસ લાખ રૂપિયા અને ટ્રોફી મળી છે. જિયો સિનેમા પર ટેલિકાસ્ટ થતા આ શોના ટૉપ ૩માં તેની સાથે રણવીર શૌરી અને રૅપર નૈઝી હતો. સનાનું નામ વિજેતા તરીકે જાહેર થતાં તેણે ટ્રોફી નૈઝી સાથે શૅર કરી હતી. આ જર્નીમાં તેને સપોર્ટ કરવા માટે સનાએ નૈઝીનો આભાર માન્યો હતો. સના મકબૂલની વાત કરીએ તો તેણે સિરિયલ ‘ઇસ પ્યાર કો મૈં ક્યા નામ દૂં’, ‘વિષ’, ‘કિતની મોહબ્બત હૈ 2’ અને ‘અર્જુન’માં પણ કામ કર્યું હતું. ‘બિગ બૉસ OTT 3’માં તે જ્યારે પહોંચી ત્યારથી જ કહી રહી હતી કે હું અહીં જીતવા માટે આવી છું અને ટ્રોફી લઈને જઈશ. આ શોના એક એપિસોડ માટે તેણે એકથી બે લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા. સનાના શોમાંથી બહાર આવતાં જ તેના બૉયફ્રેન્ડ શ્રીકાંત બુરેડ્ડીએ ટૂંક સમયમાં લગ્ન કરવાની વાત કરી હતી. શ્રીકાંત બિઝનેસમૅન છે.


‘બિગ બૉસ OTT 3’ના વિનરથી ખુશ નથી રણવીર શૌરી



‘બિગ બૉસ OTT 3’એ સના મકબૂલને વિજેતા ઘોષિત કરી એ વાત કદાચ આ શોના કન્ટેસ્ટન્ટ રણવીર શૌરીને નથી ગમી. તેણે કટાક્ષભરી ટીકા કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સ્પર્ધા રાખવાને બદલે સોશ્યલ મીડિયાના ફૉલોઇંગના આધારે જ વિજેતા નક્કી કરવા જોઈએ. ફિનાલે બાદ ચોંકાવનારું નિવેદન આપતાં રણવીર કહે છે, ‘અગર સિર્ફ સોશ્યલ મીડિયા ફૉલોઇંગ કે બેઝિસ પે શો પે રહેંગે તો ઉસસે અચ્છા યે હૈ કિ જિસકી સબસે ઝ્યાદા સોશ્યલ મીડિયા ફૉલોઇંગ હૈ ઉસકો ટ્રોફી દે દો.’


‘બિગ બૉસ OTT 3’નાં સ્પર્ધકો મારાં બાળક જેવાં છે : અનિલ કપૂર

‘બિગ બૉસ OTT 3’ને અનિલ કપૂરે હોસ્ટ કર્યો હતો. આ શોના તમામ કન્ટેસ્ટન્ટ્સને તેઓ પોતાનાં બાળકો જેવાં માને છે. આ શો તો પૂરો થઈ ગયો છે એથી શોને અલવિદા કહેવું અનિલ કપૂરને અઘરું લાગી રહ્યું હતું. એ વિશે અનિલ કપૂર કહે છે, ‘હું ‘બિગ બૉસ OTT 3’માં જોડાયો ત્યારે મને એ એક મોટી અને ક્રેઝી ફૅમિલી લાગી હતી. શોના કન્ટેસ્ટન્ટ્સ મારાં બાળકો જેવાં છે એથી શોને ગુડબાય કહેવું અઘરું હતું. આ શોની દરેક મિનિટ મને ગમી હતી. મને એ બધા પર ગર્વ છે. દરેક જણ ઘરમાં એનર્જી અને ફન લઈને આવ્યા હતા. મારી લાઇફમાં મને બિગ બૉસના ડ્રામાની ખૂબ યાદ સતાવશે.’


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2024 08:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK