સંજય લીલા ભણસાલીની ઑફિસમાં રિચા અનેક વખત જોવા મળી હતી
રિચા ચઢ્ઢા
સંજય લીલા ભણસાલીની વેબ-સિરીઝ ‘હીરામંડી’ માટે રિચા ચઢ્ઢા કથક શીખી રહી છે એવું જાણવા મળ્યું છે. એવું જાણવા મળ્યું છે કે આ વેબ-સિરીઝ ખૂબ મોટા બજેટની બનવાની છે. તેમના માટે આ શો સ્પેશ્યલ છે. સંજય લીલા ભણસાલીની ઑફિસમાં રિચા અનેક વખત જોવા મળી હતી. એથી આ શોમાં તે પણ અગત્યની ભૂમિકામાં જોવા મળે એવી શક્યતા છે. આ અગાઉ તે સંજય લીલા ભણસાલીની ‘ગોલિયોં કી રાસલીલા: રામલીલા’માં રસીલાના રોલમાં દેખાઈ હતી. રીચાએ ‘હીરામંડી’ માટે લુક ટેસ્ટ આપી છે અને એથી જ તેણે બે અઠવાડિયાં અગાઉ કથકના ક્લાસિસ પણ શરૂ કરી દીધા છે. ટૂંક સમયમાં તે શૂટિંગ પણ શરૂ કરવાની છે.