° °

આજનું ઇ-પેપર
Saturday, 29 January, 2022


ઘરમાં ગણેશજીની તસવીર રાખે છે `મની હાઇસ્ટ`ની આ અભિનેત્રી, જાણો કોણ છે આ...

05 January, 2022 06:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

લોકપ્રિય વેબસીરિઝ મની હાઇસ્ટમાં સ્ટૉકહોમનું પાત્ર ભજવનારી અભિનેત્રી એસ્ટર અસેબોની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તેના ઘરે ભગવાન ગણેશજીની પેઇન્ટિંગ દેખાઇ રહી છે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

હૉલિવૂડ અને પશ્ચિમી દેશના ઘણાં એવા એક્ટર્સ છે જે ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મમાં ઘણો રસ ધરાવે છે. હવે જાણીતી સ્પેનિશ એક્ટ્રેસ એસ્ટર અસેબો (Esther Acebo)ના ઘરની એક તસવીર સામે આવી છે જેમાં તેમના ઘરે ભગવાન ગણેશની તસવીર લાગેલી દેખાઇ રહી છે. એસ્ટરે જાણીતી વેબસીરિઝ મની હાઇસ્ટમાં સ્ટૉકહોમનું પાત્ર ભજવ્યું હતું.

એસ્ટરની આ તસવીર સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. ઘણા ઇન્ટરનેટ યૂઝર્સે આ તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી છે. લોકો આ વાત પર આનંદ વ્યક્ત કરી રહ્યા છે કે એક સ્પેનિશ એક્ટ્રેસ હિંદુ ધર્મમાં આસ્થા ધરાવે છે. કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે આ વાત પર ગર્વ પણ વ્યક્ત કર્યો છે કે ઇન્ટરનેશનલ ઓળખ ધરાવનારી અભિનેત્રીએ પોતાના વીડિયોમાં ગણપતિ બાપ્પાની તસવીર બતાવી છે.

જણાવવાનું કે જાણીતી વેબસીરિઝ મની હાઇસ્ટની હિન્દી રિમેક પણ બને છે. આનું નામ `થ્રી મંકીઝ` હશે. આ શૉમાં અર્જુન રામપાલ પ્રૉફેસરનું પાત્ર ભજવશે જે ઑરિજીનલ વેબસિરીઝમાં અલ્વારો મોર્તેએ ભજવ્યું હતું. અર્જુને નવેમ્બરમાં શૂટ શરૂ થયા પછી પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. `થ્રી મંકીઝ`નું ડિરેક્શન અબ્બાસ-મસ્તાન કરશે.

05 January, 2022 06:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

‘અનપોઝ્ડ’ને લઈને ડિપ્રેસ થયો હતો નાગરાજ મંજુલે

‘વૈકુંઠ’માં નાગરાજ મંજુલેએ સ્મશાનમાં કામ કરતા વિકાસનું પાત્ર ભજવ્યું છે

24 January, 2022 03:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

`અનપોઝ્ડ : નયા સફર` રિવ્યુ : નાગરાજ મંજુલેએ મારી બાજી

પાંચ સ્ટોરીમાંથી ‘વૈકુંઠ’ એકદમ હટકે અને ખૂબ જ અદ્ભુત છે : કોવિડ બાદ દરેક વર્ગના લોકોના જીવનમાં કામ પર કેવી અસર પડી છે એને આ સ્ટોરીઝમાં કહેવામાં આવ્યું છે, પરંતુ કેટલીક સ્ટોરી પર વધુ કામ કરવાની જરૂર હતી

22 January, 2022 01:33 IST | Mumbai | Harsh Desai
વેબ સિરીઝ

હોમી ભાભા અને વિક્રમ સારાભાઈના જીવન પર આધારિત સિરીઝ ‘રોકેટ બોયઝ’નું ટ્રેલર આઉટ

સોની લિવે ગુરુવારે તેની આગામી સિરીઝ રોકેટ બોયઝનું ટ્રેલર રિલીઝ કર્યું છે.

21 January, 2022 02:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK