Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > મિની માથુર બની રિયલિટી શો અલાયન્સની વિજેતા, જીત બદલ ટ્રોફી અને પચાસ લાખ રૂપિયાની રોકડ રકમ મળી

મિની માથુર બની રિયલિટી શો અલાયન્સની વિજેતા, જીત બદલ ટ્રોફી અને પચાસ લાખ રૂપિયાની રોકડ રકમ મળી

Published : 07 August, 2026 08:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કુણાલ ખેમુના રિયલિટી શો ‘અલાયન્સ’ની પ્રથમ વિજેતા તરીકે મિની માથુરે ટ્રોફી જીતી. ગ્રૅન્ડ ફિનાલેમાં અલી ગોની અને રૂહી દોસાણીને હરાવી તેણે ૫૦ લાખ રૂપિયાનું ઇનામ પણ મેળવ્યું.

કુણાલ ખેમુ અને મીની માથુર

કુણાલ ખેમુ અને મીની માથુર


ઍક્ટર કુણાલ ખેમુના રિયલિટી શો ‘અલાયન્સ’ને એનો પ્રથમ વિજેતા મળી ગયો છે. ટેલિવિઝન હોસ્ટ અને ઍક્ટ્રેસ મિની માથુરે ગ્રૅન્ડ ફિનાલેમાં અલી ગોની અને રૂહી દોસાણીને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. વિજેતા તરીકે મિનીને પચાસ લાખની રોકડ રકમ પણ એનાયત કરવામાં આવી છે. 
શોમાં વિજેતા બન્યા પછી પોતાની લાગણી જણાવતાં મિનીએ કહ્યું હતું કે ‘આ છેલ્લાં ૬ અઠવાડિયાંમાં મેં એક આખું જીવન જીવ્યું હોય એવો અનુભવ કર્યો છે. આ મારો પહેલો રિયલિટી શો હતો. આ પહેલાં મેં ક્યારેય આવા શોમાં ભાગ લેવાનું વિચાર્યું પણ નહોતું. મને રમતગમત અને સ્પર્ધા ગમે છે તેથી મેં હા પાડી હતી અને ખુશ છું કે મારા કેટલાક મિત્રોએ મને આ નિર્ણય લેવા માટે પ્રોત્સાહિત કરી. મને લાગતું હતું કે હું અહીં એક અઠવાડિયાથી વધુ ટકી નહીં શકું, પણ અહીં આવીને મને આ સફર અને તમામ સ્પર્ધકો પ્રત્યે પ્રેમ થઈ ગયો. તેમણે સમગ્ર સફરમાં મને ઘણો સાથ આપ્યો. આ જીત મારી કલ્પના કરતાં પણ ઘણી મોટી છે. મને લાગે છે કે મેં આ સફર ગૌરવ અને ગરિમા સાથે પૂરી કરી છે. મને આશા છે કે મને જોઈને ઘણી મહિલાઓ પ્રેરિત થશે. હું ભવિષ્યમાં પોતાને વધુ પડકાર આપીશ.’


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2026 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK