દર્શકોએ અત્યાર સુધી મને જે રોલમાં જોઈ છે એના કરતાં આ પ્રોજેક્ટમાં મારો રોલ અલગ છે. એથી તેમની પ્રતિક્રિયા જાણવા માટે હું આતુર છું.’

ક્રાઇમ-થ્રિલર ‘તેરા છલાવા’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાની છે કવિતા
કવિતા કૌશિક ક્રાઇમ-થ્રિલર ઍન્થોલૉજી ‘તેરા છલાવા’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાની છે. આ શોમાં પાંચ અલગ-અલગ સ્ટોરી જોવા મળવાની છે. એમાં દેખાડવામાં આવનાર ‘હૅપી ઍનિવર્સરી’ની સ્ટોરીમાં તે જોવા મળશે. ‘તેરા છલાવા’માં અનેક ટ્વિસ્ટ્સ અને ટર્ન્સ દેખાશે. ૭ જુલાઈએ આ શો હંગામા પ્લે પર રિલીઝ થશે. દરેક સ્ટોરીના ડિરેક્ટર અલગ છે. આ શોમાં સંદીપા ધર, અન્વેશી જૈન, સમીક્ષા ભટનાગર, મનીષ ગોપલાની, અમિત બહલ, ધીરજ તોતલાની, આભાસ મહેતા, વેદિકા ભંડારી અને અર્ચના વેડનેકર જોવા મળશે. ડિજિટલ પ્લૅટફૉર્મની પ્રશંસા કરતાં કવિતા કૌશિકે કહ્યું કે ‘ડિજિટલ પ્લૅટફૉર્મ એક એવું પ્લૅટફૉર્મ છે જે ઇન્ટરેસ્ટિંગ રોલ્સ ઑફર કરે છે જેમાં અલગ-અલગ પ્રકારના રોલ્સ કરવાની તમને તક મળે છે. આવી રીતે હું મારા કામને અન્જૉય કરું છું. સાથે જ મારું માનવું છે કે દર્શકોને હટકે સ્ટોરીઝ અને પ્રોજેક્ટ્સ જોવા ગમે છે. મને એ વાતની ખુશી છે કે ૯ વર્ષ સુધી એક શો કર્યા બાદ હવે મને અલગ રોલ કરવાની તક મળી જે મને એક કલાકાર તરીકે સંતુષ્ટિ અને પડકાર આપે છે. દર્શકોએ અત્યાર સુધી મને જે રોલમાં જોઈ છે એના કરતાં આ પ્રોજેક્ટમાં મારો રોલ અલગ છે. એથી તેમની પ્રતિક્રિયા જાણવા માટે હું આતુર છું.’