આ શોની જાહેરાત તેણે મજેદાર રીતે કરી છે. એની ઝલક તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.
કરણ જોહર
કરણ જોહરના ફેમસ શો ‘કૉફી વિથ કરણ’ની આઠમી સીઝન ૨૬ ઑક્ટોબરથી ડિઝની + હૉટસ્ટાર પર શરૂ થવાની છે. આ શોની જાહેરાત તેણે મજેદાર રીતે કરી છે. એની ઝલક તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. એમાં કરણ પોતાના અંતરાત્મા સાથે વાત કરે છે. એમાં બન્ને વચ્ચે શોના ગેસ્ટ અને નેપોકિડ્સ પર ચર્ચા થાય છે. કોઈ તેને ટ્રોલ કરે એના કરતાં તેણે પોતાને જ ટ્રોલ કર્યો છે. સોશ્યલ મીડિયામાં કઈ-કઈ બાબતોને લઈને તેનું ટ્રોલિંગ થાય છે એ વિશે તેનો અંતરાત્મા તેને જણાવે છે. તે એમ પણ કહે છે કે અન્યોની સેક્સ લાઇફમાં તું ડોકિયું કરે છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘મારો અંતરાત્મા જ મને ટ્રોલ કરે છે. જોકે તે શું કહે છે એના પર ધ્યાન ન આપો. હું આઠમી સીઝન બનાવી રહ્યો છું. ડિઝની+ હૉટસ્ટાર પર ‘કૉફી વિથ કરણ 8’ ૨૬ ઑક્ટોબરથી શરૂ થશે.’


