આ ફિલ્મને વસંત બાલા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મનું એક મોશન પોસ્ટર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે.
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ તેના પ્રોડક્શન હાઉસ હેઠળની ‘જિગરા’ લઈને આવી રહી છે. આ ફિલ્મને તેની સાથે કરણ જોહર પણ પ્રોડ્યુસ કરી રહ્યો છે. આલિયાએ ‘ડાર્લિંગ્સ’ દ્વારા ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું શરૂ કર્યું હતું. તે હવે ઍક્ટિંગ કરવાની સાથે પોતાની ફિલ્મને જ પ્રોડ્યુસ પણ કરી રહી છે. આ ફિલ્મને વસંત બાલા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મનું એક મોશન પોસ્ટર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં આલિયા રસ્તા પર ઊભી છે અને એ જપાનની સ્ટ્રીટ હોય એવું લાગી રહ્યું છે. આ શૅર કરીને કરણ જોહરે પોસ્ટ કર્યું હતું કે ‘મારી ‘જિગરા’ રિટર્ન થઈ રહી છે. વસંત બાલા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી એક અદ્ભુત સ્ટોરીમાં આલિયા ભટ્ટ જોવા મળશે. આ સ્ટોરી પ્રેમ અને બહાદુરી પર આધારિત છે. ‘જિગરા’ ૨૦૨૪ની ૨૭ સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે.’


