ડિરેક્ટર અશ્વિની ઐયર તિવારીની આ વેબ-સિરીઝ સોની લિવ પર ૯ ડિસેમ્બરે સ્ટ્રીમ થવાની છે.

સયામી ખેર
સયામી ખેરનું કહેવું છે કે તે મરાઠી હોવાથી ‘ફાડુ - અ લવ સ્ટોરી’માં મરાઠી પાત્ર ભજવવું મારે માટે સરળ હતું. ડિરેક્ટર અશ્વિની ઐયર તિવારીની આ વેબ-સિરીઝ સોની લિવ પર ૯ ડિસેમ્બરે સ્ટ્રીમ થવાની છે. એમાં પવૈલ ગુલાટી પણ લીડ રોલમાં દેખાશે. પોતાના રોલ વિશે સયામી ખેરે કહ્યું કે ‘મને યાદ છે કે મારું ઑડિશન જોયા બાદ અશ્વિની મૅમ સાથે ઝૂમ પર મારી તેમની સાથે મીટિંગ થઈ હતી. એ વખતે હું મારા ફાર્મમાં બેઠી હતી. એ વખતે અશ્વિની મૅમે જણાવ્યું કે આવી જ છે મંજરી. મને તારામાં એ દેખાય છે. ‘ફાડુ’માં મારું કૅરૅક્ટર કુદરતના ખોળે વિકાસ પામ્યું હતું. દરેક બાબતોમાં મને કવિતા મળતી હતી. રિયલ લાઇફની જેમ આ રોલ પણ મારી નજીક છે. હું એમાં મહારાષ્ટ્રિયન બની છું અને મરાઠી મારી માતૃભાષા હોવાને કારણે મારું પાત્ર નીખરી ગયું અને એ મારા માટે અઘરું નહોતું.’
પવૈલ ગુલાટી અગાઉ ‘થપ્પડ’માં દેખાયો હતો. તેની સાથે કામ કરવા વિશે સયામીએ કહ્યું કે ‘અશ્વિની મૅમની હું આભારી છું, કારણ કે તેમણે મારા પર ભરોસો મૂક્યો અને મને ખૂબ સપોર્ટ પણ કર્યો. તેમણે મને મારો સૌથી ફેવરિટ રોલ આપ્યો છે. મને એ વાતની ખુશી છે કે મને પવૈલ સાથે કામ કરવાની તક મળી. ‘થપ્પડ’માં તે મને ખૂબ ગમ્યો હતો.’