ત્યાં તેમણે મંદિરની ભવ્યતા અને હિસ્ટરીને જાણવાની કોશિશ કરી હતી. તેઓ હવે માઇથોલૉજિકલ-ડૉક્યુમેન્ટરી સિરીઝ ‘૨૧ હનુમાન ટેમ્પલ્સ’ લઈને આવી રહ્યા છે.
અનુપમ ખેર
અનુપમ ખેર નવી સિરીઝ ‘૨૧ હનુમાન ટેમ્પ્લસ’ લઈને આવી રહ્યા છે. સનાતન ધર્મના ઇતિહાસ અને ભગવાન વિશે નવી-નવી વાતો જાણવાનું અનુપમ ખેરને ઘણું ગમે છે. તેમણે હાલમાં અયોધ્યાની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ તેમણે કાનપુર જઈને પનકી હનુમાન મંદરની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે મંદિરની ભવ્યતા અને હિસ્ટરીને જાણવાની કોશિશ કરી હતી. તેઓ હવે માઇથોલૉજિકલ-ડૉક્યુમેન્ટરી સિરીઝ ‘૨૧ હનુમાન ટેમ્પલ્સ’ લઈને આવી રહ્યા છે. આ મંદિરનો વિડિયો શૅર કરતાં અનુપમ ખેરે કહ્યું કે ‘આપણે ભગવાન હનુમાનને પંચમુખી તરીકે પૂજા કરીએ છીએ, પરંતુ એ શા માટે કરીએ છીએ એ તમે જાણો છો? આજે અમે બજરંગ બલીના પંચમુખી મંદિર વિશે વાતો કરી હતી જે લગભગ ૧૦૦૦ વર્ષ જૂનું છે. અહીં તમે ગ્રેટ હનુમાનજીના અવતારની પૂજા કરી શકો છો. આ મંદિર પર સીતામાતાના આશીર્વાદ છે. હનુમાનજી તેમના ભક્ત હતા અને સીતાજી પણ તેમને દીકરા સમાન માનતા હતા. અહીં હનુમાનજીની જે મૂર્તિ છે એને ગંગાદાસજી ચિત્રકૂટથી ભિતુર લઈ જવા માગતા હતા. તેઓ જ્યાં આરામ કરવા બેઠા હતા ત્યાં હનુમાનજી તેમના સપનામાં આવ્યા અને તેમણે એ મૂર્તિને ત્યાં જ સ્થાપિત કરવાનું કહ્યું. એથી ગંગાદાસજીએ મૂર્તિને ભિતુર લઈ જવાનું માંડી વાળ્યું અને મૂર્તિને ત્યાં જ સ્થાપિત કરી જે આજે પનકી તરીકે જાણીતી છે.’