આ ઍક્શન થ્રિલર સિરીઝ ૨૪ એપ્રિલથી જિયો હૉટસ્ટાર પર સ્ટ્રીમ થવા જઈ રહી છે
`24`માં અનિલ કપૂર
અનિલ કપૂરે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સૂબેદાર’માં જોરદાર ઍક્શન કરી હતી જે દર્શકોને બહુ પસંદ પડી હતી. હવે અનિલ કપૂરે પોતાની ઍક્શનથી ભરપૂર આવનારી સિરીઝ ‘24’ની ત્રીજી સીઝનની જાહેરાત કરી છે જેમાં તે આ ઍક્શન થ્રિલર વાર્તામાં મહત્ત્વપૂર્ણ રોલ કરશે. આ ઍક્શન થ્રિલર સિરીઝ ૨૪ એપ્રિલથી જિયો હૉટસ્ટાર પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.
સિરીઝના ડિજિટલ કમબૅક વિશે અનિલ કપૂરે જણાવ્યું હતું કે ‘પાછલાં કેટલાંક વર્ષોમાં મેં અનેક શક્તિશાળી અને ઍક્શનથી ભરપૂર ભૂમિકાઓ નિભાવી છે, પરંતુ ‘24’ મારા માટે માત્ર એક શો નહોતો. આ એક એવો અનુભવ હતો જે પહેલાં ક્યારેય થયો નહોતો. આ પ્રોજેક્ટે મને નવી રીતે પડકાર્યો છે અને આજે પણ એ મારા દિલના ખૂબ નજીક છે. હવે એ જિયો હૉટસ્ટાર પર આવી રહ્યો છે, એ માટે હું ખૂબ ઉત્સાહિત છું અને દર્શકો ફરીથી આ રોમાંચનો અનુભવ કરશે એ જોવા આતુર છું.’
