આ શોમાં સોભિતાએ કાવેરીનું પાત્ર ભજવ્યું છે.

સોભિતા ધુલિપલા
સોભિતા ધુલિપલાનું કહેવું છે કે હું આગિયાને શોધતી એ આદિત્ય રૉય કપૂરને ખૂબ જ વિચિત્ર લાગતું હતું. તેમણે ‘ધ નાઇટ મૅનેજર’માં સાથે કામ કર્યું છે. આ શોમાં સોભિતાએ કાવેરીનું પાત્ર ભજવ્યું છે. તેમણે શોનું શૂટિંગ શ્રીલંકામાં કર્યું હતું. આ વિશે વાત કરતાં સોભિતાએ કહ્યું કે ‘અમે જ્યારે શ્રીલંકા ગયાં હતાં ત્યારે એની સુંદરતા અને આઇલૅન્ડ મને ખૂબ જ પસંદ પડ્યાં હતાં. એકદમ નવો સેટ, એકદમ નવા લોકો અને શરૂઆતના થોડા દિવસ હું રાતે સૂઈ નહોતી શકી. આથી હું રાતે રૂમની આસપાસ ચાલતી હતી. આદિત્ય, હું અનિલ કપૂર સર, સંદીપ મોદી અને અન્ય લોકોના દરેકના રૂમ સાથે જ હતા. એક દિવસ મેં આદિત્યના રૂમની બહાર આગિયો જોયો અને હું ખૂબ જ ઉત્સાહી થઈ ગઈ હતી. આ ખૂબ જ સુંદર હતું. મધરાત બાદનો સમય હતો અને હું કોઈને એ દેખાડવા માગતી હતી, પરંતુ એ શક્ય નહોતું. ત્યાર બાદ હું રોજ રાતે આગિયાને શોધતી હતી. ઊંઘરેટા આદિત્યને એ ખૂબ જ વિચિત્ર લાગતું હતું.’