શૅફ સંજય કપૂરનું નામ હવે ઘર ઘરમાં જાણીતું છે પણ બહુ ઓછાને ખબર હશે કે હંસલ મહેતાએ લોકપ્રિય શો `ખાના ખઝાના`ને ચાલુ રાખવા માટે કેવો સંઘર્ષ કર્યો હતો. મિડ-ડે પોડકાસ્ટ, બોમ્બે ફિલ્મ સ્ટોરીના તાજેતરના એપિસોડમાં, મહેતાએ `ખાના ખઝાના`ને ચાલુ રાખવા માટે પડદા પાછળ સંજય કપૂર સાથે જે સંઘર્ષ થતો હતો તેની વાત કરી. તેમાં કપૂરે કઇ રીતે પહેલાં શો કરવાની ના પાડી હતી, પહેલવહેલો મળેલો પાંચ હજારનો પે-ચેક જેવી વાતો પણ તેમણે આ પોડકાસ્ટમાં કરી. પૈસાની તંગીને કારણે શો લગભગ કેન્સલ થવાને આરે હતો એ વાત રસપ્રદ બેકસ્ટોરીમાં વધારો કરે તેવી છે.