Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘ખતરોં કે ખિલાડી 13’માં શિવ ઠાકરેને ‘બિગ બૉસ 16’ કરતાં ડબલ ફી મળશે?

‘ખતરોં કે ખિલાડી 13’માં શિવ ઠાકરેને ‘બિગ બૉસ 16’ કરતાં ડબલ ફી મળશે?

24 April, 2023 04:30 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શોનું શૂટિંગ આ વર્ષે મેમાં શરૂ કરવામાં આવશે.

શિવ ઠાકરે

શિવ ઠાકરે


શિવ ઠાકરેને ‘બિગ બૉસ 16’માં જેટલી ફી મળતી હતી એના કરતાં ‘ખતરોં કે ખિલાડી 13’માં ડબલ ફી મળશે એવી શક્યતા છે. હાલમાં જ શિવે જાહેરાત કરી હતી કે તે ‘ખતરોં કે ખિલાડી 13’માં દેખાવાનો છે. ત્યાર બાદ અંજુમ ફકીહ અને રુહી ચતુર્વેદીની આ શોમાં એન્ટ્રી થઈ છે. આ શોનું શૂટિંગ આ વર્ષે મેમાં શરૂ કરવામાં આવશે. સાથે જ એવી શક્યતા છે કે કલર્સ પર આ શો ૧૭ જુલાઈએ શરૂ થશે. શિવ ઠાકરે ‘બિગ બૉસ 16’માં ફર્સ્ટ રનર અપ હતો. તેને એક એપિસોડના પાંચથી આઠ લાખ મળતા હતા. એથી હવે એવી ગણતરી કરવામાં આવી રહી છે કે રોહિત શેટ્ટીના આ શોમાં તેને કદાચ ૧૦થી ૧૬ લાખ રૂપિયા એક એપિસોડના મળશે. જોકે એ વિશે હજી સુધી કોઈ ચોક્કસ માહિતી નથી મળી.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2023 04:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK