Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સિરિયસ રહેવા માટે મોના શું કરતી?

સિરિયસ રહેવા માટે મોના શું કરતી?

24 June, 2021 12:17 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એન્ડ ટીવીના શો ‘મૌકા-એ-વારદાત’થી પહેલી વાર હોસ્ટ બનેલી મોના સિંહે પોતાની બબલી ઇમેજમાંથી બહાર આવવા માટે ભારોભાર મહેનત કરવી પડી છે

મોના સિંહ

મોના સિંહ


‘જસ્સી જૈસી કોઈ નહીં’ સિરિયલથી ટેલીવુડમાં એન્ટર થનારી મોના સિંહની ઇમ્પ્રેશન હંમેશાં હસમુખી અને બબલી ટાઇપની રહી છે અને મોના છે પણ એવી જ, પણ આ ઇમ્પ્રેશન તેને એન્ડ ટીવીના શો ‘મૌકા-એ-વારદાત’માં નડતરરૂપ બને એવું લાગતાં મોનાએ સિરિયસ દેખાવા માટે ભારોભાર મહેનત કરી હતી. મોના કહે છે, ‘હું નક્કી કરતી કે મારે આજે આખા દિવસમાં એક પણ વાર સ્માઇલ નથી કરવી. હું એવું પણ નક્કી કરું કે આજે દિવસમાં સૌથી ઓછું બોલીશ. આ જે પ્રોસેસ છે એ મેં સતત પંદર દિવસ પાળી છે. અરે, એવું પણ કર્યું કે સિરિયસનેસ માટે હું મેડિટેશન પણ કરું. સિરિયસનેસની વૅલ્યુ મને પહેલી વાર સમજાઈ છે.’
શૂટિંગ વખતે પણ મોનાને જો પહેલાંની જેમ હસવું આવી જાય તો તે તરત પોતાના હોઠને અંદરની બાજુથી બાઇટ ભરીને સિરિયસ થતી. 
મોના કહે છે, ‘કૅરૅક્ટર નક્કી કરવું એ જુદી વાત છે પણ શો હોસ્ટ કરવામાં તો મોના સિંહે જ રહેવાનું છે એટલે મારે સિરિયસ થવું જરૂરી હતું.’


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2021 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK