એક યુઝરે લખ્યું, તો શું થયું. ન્યૂઝ એન્કર પણ આવું જ કરે છે. અને અમે મજા કરીએ છીએ.
કપિલ શર્મા
કૉમેડી કિંગ કપિલ શર્મા(Kapil Sharma)ના જોક્સના ઘણાં બધા લોકો ફૅન છે. ધ કપિલ શર્મા શૉ(The Kapil Sharma SHow)માં કપિલની સ્ટેંડઅપ કૉમેડી લોકોનો વીકેન્ડ બનાવી દે છે. સ્ક્રીન પર કપિલના જોક્સ પર લોકોનું પેટ પકડીને હસવુ...વીકેન્ડ પર આ જ જોવા મળે છે. ત્યારે કૉમેડી કિંગની કૉમેડી સંબંધિત એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કપિલ શર્મા ટેલીપ્રૉમ્પ્ટર વાંચીને જોક્સ ક્રેક કરતો જોવા મળે છે. આ વીડિયો જોઈને દર્શકો કપિલને ટ્રોલ કરી રહ્યાં છે. તો બીજી બાજુ કેટલાક ચાહકો કપિલનો બચાવ કરતા જોવા મળ્યા છે.
સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કપિલ કૉમેડી કરી રહ્યાં છે. તેમજ સ્ક્રીન ઝૂમ કરીને જોઈએ તો સેટ પર રહેલી વિંડોના કાચમાં ટેલીપ્રોમ્પટર દેખાઈ છે. જેમાં કપિલના ડાયલૉગ લખેલા છે. યુઝર ટેલીપ્રોમ્પટરનો ઉપયોગ જોઈને હેરાન થઈ ગયો હતો. કારણ કે તેને એમ હતું કે કપિલ મોઢે જ બધુ બોલે છે અને જોક્સ મારે છે. પરંતુ હવે યુઝરનો આ ભ્રમ તૂટી ગયો અને માલુમ પડ્યું કે કપિલના ડાયલૉગ અને જોક્સ પહેલાથી લખેલા હોય છે અને તે ટેલીપ્રૉમ્પ્ટરનો ઉપયોગ કરીને જોક્સ મારે છે.
ADVERTISEMENT
View this post on Instagram
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ શેર થઈ રહ્યો છે. બસ પછી શું થાય? કપિલને પસંદ ન કરનારા લોકોને પોઈન્ટ મળી ગયો અન તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. જોકે કપિલના ચાહકોનો પણ એક મોટો વર્ગ છે, જે તેમના બચાવમાં ઉતર્યો છે. ચાહકોએ કપિલની સરાહના કરી અને ટેલીપ્રૉમ્પ્ટર યૂઝ કરવાને જરુરી પ્રક્રિયા ગણાવી. જે શખ્સે કપિલને એક્સપોઝ કરવાના ઈરાદાથી વીડિયો બનાવ્યો તેને જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:કપિલ શર્માએ એક્ટર વિક્રમને આપી સલાહ, કહ્યું `ટ્વિટર` છે કેટલું જોખમી
એક યુઝરે લખ્યું, તો શું થયું. ન્યૂઝ એન્કર પણ આવું જ કરે છે. અને અમે મજા કરીએ છીએ. લોકો હસે છે અને બીજું શું જોઈએ.બીજાએ કટાક્ષ કરતા લખ્યું - હા, ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરીને બોલવું ખૂબ જ સરળ છે. આમ,તો તમે પણ ફેમસ બની શકો છો. કપિલના ફેને લખ્યું- ટેલિપ્રોમ્પ્ટર જોયા પછી બોલવું જરૂરી છે. આ શૂટિંગની સામાન્ય વાસ્તવિકતા છે. યૂઝર લખે છે - તે એટલા માટે કે જો તે કોઈ વસ્તુ ભૂલી જાય તો તેને યાદ આવી જાય. આટલા બધા લોકોને હસાવવા એ સામાન્ય વાત નથી.
આ પણ વાંચો: કપિલથી પ્રેરિત થઈને ફિટનેસ શરૂ કરી રિતેશે
કપિલના ચાહકો તેના પાક્કાં ચાહકો છે. કપિલ ટેલિપ્રોમ્પ્ટર જોઈને કે જોયા વગર કોમેડી કરે છે, તેનાથી તેને કોઈ ફરક નથી પડતો.ફેન્સ માત્ર કપિલની કોમેડી પર ધ્યાન આપે છે. કપિલ શર્માનો શો વર્ષોથી ફેન્સનો ફેવરિટ રહ્યો છે. કોમેડી શો દર વર્ષે લોકોનું મનોરંજન કરે છે.આ વખતે પણ કપિલનો શો ટીઆરપી રેટિંગમાં છે. કપિલની ટીમ બદલાઈ ગઈ છે. તેની ટીમમાં કેટલાક નવા સાથીઓ જોડાયા છે.કપિલની કોમેડીના ચાહકોને પણ તેની નવી ટીમ ઘણી મજબૂત લાગી છે. કપિલ શર્મા શો માટે ચાહકો દરેક વીકેન્ડની ઉત્સુકતા સાથે રાહ જુએ છે.

