ધ કપિલ શર્મા શોમાં અલી ક્યારેક દાદી તો ક્યારેક નાની બનીને લોકોને ખૂબ હસાવતો હતો
એક સમયે કપિલના કૉલ મિસ કરતો હતો અલી અસગર
અલી અસગરનું કહેવું છે કે એક સમય એવો હતો જ્યારે હું કપિલ શર્માના કૉલ મિસ કરતો હતો. ‘ધ કપિલ શર્મા શો’માં અલી ક્યારેક દાદી તો ક્યારેક નાની બનીને લોકોને ખૂબ હસાવતો હતો. જોકે તેણે જણાવ્યું છે કે આ શોમાં વધુ સ્કોપ ન હોવાથી તેણે એ શો છોડી દીધો હતો. એ વિશે અલી અસગરે કહ્યું કે ‘એક સમય હતો જ્યારે હું તેના કૉલ મિસ કરતો હતો અને ક્યારેક તે પણ મારા કૉલ મિસ કરતો હતો. અમારી વચ્ચે કોઈ ઝઘડો કે ગુસ્સો નહોતો. ‘ધ કપિલ શર્મા શો’ ફરીથી શરૂ થયો ત્યારે મને એમાં સામેલ ન કરવાનો કોઈ અફસોસ નથી. આ આખી સ્થિતિ વિશે મને કદી કંઈ બોલવા નથી મળ્યું. મને આજ સુધી એ શો છોડવા વિશે બોલવા નથી મળ્યું.’


