વૈભવી ઉપાધ્યાય તેના ફિયાન્સે સાથે હિમાચલ પ્રદેશ ગઈ હતી.

વૈભવી ઉપાધ્યાય
વૈભવી ઉપાધ્યાયનું હિમાચલ પ્રદેશમાં કાર-ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું છે. તેની કારનો અકસ્માત થતાં તે બારીમાંથી બહાર આવવાની કોશિશ કરી રહી હતી અને એથી તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તે તેના ફિયાન્સે સાથે હિમાચલ પ્રદેશ ગઈ હતી. કુલુના બંજારમાં આવેલા સિધ્વાનની નજીક એક ખાઈમાં તેની કાર પડી હતી. આ વિશે કુલુના એસપી સાક્ષી વર્માએ કહ્યું હતું કે ‘વૈભવી બારીમાંથી બહાર આવવાની કોશિશ કરી રહી હતી અને એને કારણે તેને માથામાં ઇન્જરી થઈ હતી જે ઘાતક સાબિત થઈ. એક શાર્પ ટર્ન પાસે ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી અને આ અકસ્માત થયો હતો. આ ટર્ન પાસે વૈભવીના ફિયાન્સેએ ટ્રકને સાઇડ આપી દીધી હતી, પરંતુ ટ્રકે તેમની કારને સાઇડથી ટક્કર મારી હતી. કુલુના બંજારમાં આવેલા સિધ્વાનની નજીક એક ખાઈમાં તેમની એસયુવી પડતાં સોમવારે તેનું મૃત્યુ થયું હતું.’ વૈભવીને માથામાં ઘણી ઇન્જરી થઈ હતી અને એ ઇન્જરીને કારણે તેને કાર્ડિઍક અરેસ્ટ પણ આવ્યો હતો. તેના પોસ્ટમૉર્ટમ બાદ તેના ભાઈ અંકિતને તેનો પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે રૅશ ડ્રાઇવિંગનો કેસ કર્યો છે અને એ વિશે તપાસ શરૂ કરી છે.