Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > પિતા બન્યા શોએબ ઈબ્રાહિમ…દીપિકા કક્કરની પ્રિમેચ્યોર ડિલીવરી, દીકરાને આપ્યો જન્મ

પિતા બન્યા શોએબ ઈબ્રાહિમ…દીપિકા કક્કરની પ્રિમેચ્યોર ડિલીવરી, દીકરાને આપ્યો જન્મ

Published : 21 June, 2023 01:50 PM | Modified : 21 June, 2023 02:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટીવી કપલ દીપિકા કક્કર- શોએબ ઈબ્રાહિમે સોશ્યલ મીડિયા દ્વારા જણાવ્યા ગુડ ન્યુઝ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


‘સસુરાલ સિમર કા’ (Sasural Simar Ka) ફૅમ અભિનેત્રી દીપિકા કક્કર (Dipika Kakar) અને તેના પતિ શોએબ ઈબ્રાહિમ (Shoaib Ibrahim)ના જીવનમાં આનંદની લહેર આવી છે. તેમાન ઘરે આજે દીકરાનો જન્મ થયો છે. અભિનેત્રી દીપિકાએ બુધવારે દીકરાને જન્મ આપ્યો હોવાની વાત કપલે સોશ્યલ મીડિયામાં શૅર કરીને આપી છે.

દીપિકા કક્કર છેલ્લા ઘણા દિવસોથી પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં હતી. હવે તેના ઘરે સુખનો સમય આવ્યો છે. અભિનેત્રીના પતિ અને અભિનેતા શોએબ ઈબ્રાહિમે ચાહકો સાથે ખુશખબર શેર કરતા જણાવ્યું છે કે, તેમના ઘરે આજે દીકરાનો જન્મ થયો છે. શોએબ ઈબ્રાહિમ પિતા બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. દીપિકા કક્કરની ગર્ભાવસ્થા દરમિયાન, તેણે તેની પત્નીની ખૂબ કાળજી લીધી હતી. બન્ને જણા સતત અપડેટ્સ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શૅર કરતા હતા. હવે બાળકના આગમન પછી તેઓ સાતમા આસમાને છે.



શોએબ ઈબ્રાહિમે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ (Instagram) અકાઉન્ટ પર બાળકના આગમનના સમાચાર શેર કર્યા છે. તેણે ઈન્સ્ટા સ્ટોરીમાં જણાવ્યું કે, ૨૧ જૂનની સવારે દીપિકાએ એક બાળકને જન્મ આપ્યો છે અને બન્ને એક પુત્રના માતા-પિતા બન્યા છે. તેણે વધુમાં પોસ્ટમાં વધુમાં જણાવ્યું છે કે, તેમનું બાળક સમય પહેલા જન્મ્યું હતું. જો કે, ગભરાવાની કે ચિંતા કરવા જેવું કંઈ નથી.


અહીં જુઓ શોએબ ઈબ્રાહિમની ઈનસ્ટાગ્રામ સ્ટોરી :


પિતા બનવાના ખુશખબર શેર કરતા શોએબ ઈબ્રાહિમે પોસ્ટમાં લખ્યું, ‘અલહમદુલિલ્લાહ, ૨૧ જૂન ૨૦૨૩ની સવારે અમારા ઘરે પુત્રનો જન્મ થયો. તે પ્રિમેચ્યોર ડિલિવરી હતી, જોકે, ડરવાની કોઈ વાત નથી. તમારી દુઆઓમાં અમને યાદ રાખો.’

તમને જણાવી દઈએ કે, શોએબ ઈબ્રાહિમ અને દીપિકા કક્કરની લવ સ્ટોરી તેમના ટીવી શો ‘સસુરાલ સિમર કા’ના સેટ પર શરૂ થઈ હતી. આ શોમાં બંને લીડ રોલમાં હતા. આ શો હિટ થયો અને તેમની જોડી પણ હિટ થઈ. રીલ લાઈફમાં શરૂ થયેલો રોમાન્સ રિયલ લાઈફ સુધી પહોંચ્યો હતો. વર્ષ ૨૦૧૮માં શોએબ ઈબ્રાહિમ અને દીપિકા કક્કરે લગ્ન કર્યા હતા. બંનેએ પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી દીપિકાએ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો છે. લગ્નના પાંચ વર્ષ બાદ દીપિકા અને શોએબના ઘરે પારણું બંધાયું છે.

નોંધનીય છે કે, દીપિકા કક્કરના આ બીજા લગ્ન હતા. શોએબ પહેલા તેણે વર્હ ૨૦૧૧માં રૌનક મહેતા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ૨૦૧૫માં બંને અલગ થઈ ગયા હતા.

દીપિકા કક્કર હાલમાં હૉસ્પિટલમાં છે. દીકરાના આગમનથી કક્કર અને ઈબ્રાહિમ પરિવારમાં માત્ર ખુશીનો માહોલ છે. ફેન્સ પણ કપલને શુભેચ્છા આપી રહ્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2023 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK