Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TMKOC: તો આ કારણે ગુરુચરણ સિંહે છોડ્યો હતો શૉ

TMKOC: તો આ કારણે ગુરુચરણ સિંહે છોડ્યો હતો શૉ

10 October, 2021 11:59 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અગાઉ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં સોઢીનું પાત્ર ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહે ક્યારેય પોતાનું સિરિયલ છોડવાનું સાચું કારણ જણાવ્યું નથી, પરંતુ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમણે શો છોડવાનું સાચું કારણ જણાવ્યું છે

ગુરુચરણ સિંહ

ગુરુચરણ સિંહ


અગાઉ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં સોઢીનું પાત્ર ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહે ક્યારેય પોતાનું સિરિયલ છોડવાનું સાચું કારણ જણાવ્યું નથી, પરંતુ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમણે શો છોડવાનું સાચું કારણ જણાવ્યું છે. વર્ષ 2008માં આ શોનો પ્રથમ એપિસોડ પ્રસારિત થયો ત્યારથી, દરેક જણ આ સિરિયલનું ફેન થઈ ગયું છે. તે સમયથી જ ગુરચરણ સિંહે `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવ્યું હતું જે લોકોને પસંદ આવ્યું હતું. ઉપરાંત, આ પાત્ર સાથે, ગુરચરણ સિંહે તેમના જીવનમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી હતી.

એબીપી લાઇવના અહેવાલ મુજબ એક મુલાકાત દરમિયાન, ગુરચરણ સિંહને પૂછવામાં આવ્યું કે ‘રવિવારે આપણે અનમોલ નટ્ટુ કાકા-ઘનશ્યામને ગુમાવ્યા. તે સમયે તમે ક્યાં હતા? તેણે જવાબ આપ્યો કે “હું દિલ્હીમાં હતો. મેં તેમના વિશે વિચાર્યું અને સમજાયું કે મારે તેના પરિવારને મળવું જોઈએ. હું ઘનશ્યામ જીના સંપર્કમાં હતો. ત્યાર બાદ મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરતા કેટલાક લોકોને બોલાવ્યા હતા અને અમે બધા ઘનશ્યામ જીના ઘરે તેમના પરિવારને મળવા ગયા હતા. હું તેમની ખૂબ જ નજીક હતો. તે એક અદ્ભુત વ્યક્તિ અને અભિનેતા હતા. તે મને કહેતા કે ‘તારો પ્રેમ મને ખૂબ ભારે પડે છે.’”



ગુરચરણ સિંહને આગામી પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, તમે 2020માં શો કેમ છોડી દીધો? જવાબમાં ગુરચરણ સિંહે કહ્યું હતું કે “જ્યારે મેં શો છોડ્યો ત્યારે મારા પિતાની સર્જરી થઈ હતી. ત્યાં બીજી વસ્તુઓ હતી જે મારે જોવાની હતી. મારા જવાના અન્ય કારણો હતા, પણ હું તેના વિશે વાત કરવા માંગતો નથી.” શું અમે તમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ફરી જોઈ શકીશું? તેણે કહ્યું કે “ભગવાન જાણે છે, મને ખબર નથી. જો પ્રભુ ઈચ્છે તો હું પાછો આવીશ, પણ અત્યારે એવું કંઈ નથી.”


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2021 11:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK